હિમાચલ પ્રદેશમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો પ્રકોપ, પ્રવાસીઓ બરફવર્ષાની રાહ જોઈ રહ્યા છે
શિમલા,નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં હિમાચલ પ્રદેશમાં હવામાનમાં, નાટ્યાત્મક ફેરફાર થયો છે. શિમલા અને મનાલીના હિલ સ્ટેશનો સહિત, પહાડી વિસ્તારોમાં વાદળછાયું આકાશ ઠંડીમાં વધારો કરે છે.જ્યારે ગા
શિમલા


શિમલા,નવી દિલ્હી, 21 ડિસેમ્બર

(હિ.સ.) ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં હિમાચલ પ્રદેશમાં હવામાનમાં, નાટ્યાત્મક

ફેરફાર થયો છે. શિમલા અને મનાલીના હિલ સ્ટેશનો સહિત, પહાડી વિસ્તારોમાં વાદળછાયું

આકાશ ઠંડીમાં વધારો કરે છે.જ્યારે ગાઢ

ધુમ્મસ મેદાની અને નીચલા પ્રદેશોમાં જનજીવનની ધાર ધીમી કરી દીધી છે.

રાજધાની શિમલામાં રવિવારે મહત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ

નોંધાયું હતું, જે સામાન્ય કરતાં

લગભગ પાંચ ડિગ્રી વધારે હતું.જ્યારે મનાલીમાં

લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ

નોંધાયું હતું.

રાજ્યની ઊંચી પર્વતમાળાઓમાં હળવી હિમવર્ષા થઈ રહી છે.જોકે આ હિમવર્ષા

પ્રવાસન સ્થળો સુધી પહોંચી નથી.

બીજી તરફ, બિલાસપુર, ઉના અને મંડી જેવા નીચલા અને મેદાની જિલ્લાઓમાં ગાઢ

ધુમ્મસને કારણે દૃશ્યતા પર નોંધપાત્ર અસર પડી છે. સવાર અને મોડી રાત્રે ઘણા

વિસ્તારોમાં દૃશ્યતા અત્યંત ઓછી હતી.જેના કારણે માર્ગ

ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને વાહનચાલકોને સાવચેતી રાખવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે,’ આગામી ચાર દિવસ સુધી

રાજ્યના નીચલા વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે, ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની

શક્યતા છે. આ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.

શિમલાના હવામાન કેન્દ્રે તેની આગાહીમાં સ્પષ્ટતા પણ કરી છે

કે,’ 22 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી

રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે.આ સમયગાળા

દરમિયાન વરસાદ કે હિમવર્ષાની કોઈ શક્યતા નથી. પશ્ચિમી વિક્ષેપની અસર હાલ નબળી

રહેશે.’

દરમિયાન, હિમવર્ષાની અપેક્ષાએ શિમલા, કુફરી અને મનાલીમાં પ્રવાસીઓની મોટી ભીડ ઉમટી

રહી છે. નાતાલ અને નવા વર્ષની રજાઓની અપેક્ષાએ હોટલો અને પર્યટન સ્થળોએ ભારે ભીડ

છે, પરંતુ હવામાન

વિભાગની સ્પષ્ટ આગાહીએ પ્રવાસીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

વિભાગે સ્પષ્ટતા કરી છે કે, 25 ડિસેમ્બર, નાતાલના દિવસે શિમલા, કુફરી અને મનાલીમાં 'વ્હાઇટ ક્રિસમસ'નો અનુભવ થશે નહીં અને આ વખતે હિમવર્ષા શક્ય નહીં બને. આ

પર્યટન સ્થળો હજુ પણ, મોસમની પહેલી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/ઉજ્જવલ શર્મા/સુનીલ શુક્લા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande