
ગીર સોમનાથ 22 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રદેશની CBSE શાળાઓના શિક્ષકો માટે 'શાળા આરોગ્ય અને સુખાકારી' વિષય પર બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં 60 શિક્ષકોએ હાજરી આપી હતી.જેનો ઉદ્દેશ્ય શિક્ષણ પ્રક્રિયાઓને વધારવા અને શાળાઓમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો હતો. શાળાએ તેમના શિક્ષકો મોકલવા બદલ ભાગ લેતી શાળાઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો અને આચાર્ય જયેન્દ્ર બારડ અને તેમની ટીમે કાર્યક્રમનું સંકલન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ