પાટણમાં રખડતા ઢોર પકડતી, પાલિકા ટીમ પર હુમલો
પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાની ટીમ પર હુમલો થવાની ઘટના બની છે. આ બનાવમાં સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો અને પાલિકાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પાટ
પાટણમાં રખડતા ઢોર પકડતી પાલિકા ટીમ પર હુમલો


પાટણમાં રખડતા ઢોર પકડતી પાલિકા ટીમ પર હુમલો


પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાની ટીમ પર હુમલો થવાની ઘટના બની છે. આ બનાવમાં સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો અને પાલિકાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

ઘટના 24 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે આશરે 5:15 વાગ્યે પારેવા સર્કલ પાસે આવેલા વોટર વર્ક્સ કમ્પાઉન્ડમાં બની હતી. નગરપાલિકાની ટીમ 15થી 20 રખડતા ઢોરોને પકડી પાંજરામાં પૂરવાની તૈયારી કરી રહી હતી, ત્યારે લાકડીઓ અને ધોકા સાથે કેટલાક શખ્સો મોટરસાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા.

આ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી પાલિકાના કર્મચારીઓને ગાળો આપી તેમની કાયદેસરની ફરજ બજાવતા અટકાવ્યા હતા. તેમણે પાંજરાનો દરવાજો ખોલી પકડેલા ઢોરોને ભગાડ્યા હતા, જેના કારણે જાહેર માર્ગ પર અફરાતફરી સર્જાઈ હતી અને વાહનચાલકો તથા રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. સાથે જ ફરી ઢોર પકડવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી.

આ મામલે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન કરશનલાલ પાલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિપુલ અમરતભાઈ ભરવાડ, વિષ્ણુમનુભાઈ ભરવાડ, રોહીત ઉર્ફે ભાણો ભરવાડ, ટીનો રબારી અને ભોપો ભરવાડના નામો ઉલ્લેખાયા છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 110, 189(2), 190, 221, 334(1), 296(B), 351(3) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 135 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસની તપાસ પીએસઆઈ રાકેશભાઈ ત્રિભોવનદાશ બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande