
ગીર સોમનાથ 25 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના બૃહસ્પતિ ગ્રંથાલય અને INFLIBNET, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દ્વિ-દિવસીય નેશનલ લેવલનો પ્રશિક્ષણ વર્કશોપ Symposia on INFLIBNET Activities And Servicesનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 57 લોકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલ, જેમાં વિવિધ કોલેજ અને યુનિવર્સિટીના ગ્રંથપાલ, આસિસ્ટન્ટ ગ્રંથપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, રીસર્ચ સ્કોલર્સ, ગ્રંથાલય અનુરાગીઓ અને માસ્ટરના વિદ્યાર્થીઓ મળીને કુલ 80 લોકો આ વર્કશોપમાં જોડાયા હતા. તારીખ 22-12-2025ના ઉદ્ઘધાટ સત્રમાં અધ્યક્ષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનામા. કુલપતિશ્રી પ્રોફેસર સુકાંતકુમાર સેનાપતિ સાહેબ, આ વર્કશોપના નિમંત્રક એવા મા.કુલસચિવશ્રી ડો. મહેશકુમાર મેત્રા, , કી-નોટ સ્પીકર તરીકે એમ.એસ.યુનિવર્સિટી વડોદરા ના ગ્રંથપાલ, પ્રોફેસર મયંક ત્રિવેદીજી આ વર્કશોપના સંયોજક તથા યુનિવર્સિટીના ગ્રંથપાલ રવિન્દ્ર એસ કાળે, ઇનફ્લિબનેટ, ગાંધીનગરથી પધારેલા આ વર્કશોપના સહ-સંયોજક અને વિષય નિષ્ણાત તરીકે પલ્લબ પ્રધાન અને ઇનફ્લિબનેટના વિષય નિષ્ણાંત ધર્મેશકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં શંખનાદ મંત્રોચ્ચાર દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મંચનું સંચાલન ડૉ જીગરભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. તથા સમગ્ર સંકલન વિશાલ જોષી તથા ટીમ દ્વારા કરવામાં આવેલ. મંચસ્થ મહાનુભવોનું ફુલો, અંગવસ્ત્ર અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું. ડૉ મહેશ મેતરા સાહેબે ગ્રંથાલય અને તેનું મહત્વ વિશે ડિજીટલ ગ્રંથાલય વિશે વાત કરી જ્યારે ડૉ મંયક ત્રિવેદી દ્વારા તેમના કિ-નોટ વક્તવ્યમાં ગ્રંથાલય /સંશોધન પર વિષદ વિસ્તાર ચર્ચા કરવામાં આવ્યુ મા. કુલપતિશ્રીના અધ્યક્ષીય ભાષણમાં તેમણે રીસર્ચ અને નવીનીકરણ, જ્ઞાનભારત મિશન, હસ્તપ્રત્ર સંરક્ષણ તથા ગ્રંથાલયમાં ગ્રંથપાલનું મહત્વ તેમની કામની જવાબદારી વિશે વાત કરતા જણાવેલ કે ગ્રંથપાલ એ ગ્રંથપાલ વૈજ્ઞાનિક છે તેમ જણાવેલ હતુ.
આ વર્કશોપમાં બે દિવસમાં વિવિધ 10 વિષય પર વ્યાખ્યાન યોજાયા હતા તથા પ્રેક્ટીકલ જ્ઞાન પણ વિષય નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યુ હતુ. ઇનફ્લિબનેટ સેન્ટર, ગાંધીનગરના ચાર વિષય નિષ્ણાંતો પલ્લબ પ્રધાન, ધર્મેશ શાહ, વિજય માળી, ડૉ. રોમા આશનાની દ્વારા ગ્રંથાલય સોફ્ટવેર઼,સંશોધન, શોધ ગંગા, શોધગંગોત્રી,વિવિધ આઇડી,વિદ્વાન,રીસર્ચ પબ્લિકેશન,શોધ ચંક્ર,મેનેજમેન્ટ ટુલ્સ જેવા વિષય પર વ્યાખ્યાન આપ્યા હતા.
દ્વિ-દિવસીય નેશનલ લેવલનો પ્રશિક્ષણ વર્કશોપ Symposia on INFLIBNET Activities And Servicesનું સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મા.કુલસચિવશ્રી ડૉ મહેશ મેતરા સાહેબ અધ્યક્ષ, વર્કશોપના આયોજક રવિન્દ્ર કાળે, સહ-આયોજક પલ્લબ પ્રધાન, વિષય નિષ્ણાંત ધર્મેશ શાહ હાજર હતા. રવિન્દ્ર કાળે દ્વારા પ્રતિભાગીઓમાંથી પોતાના પ્રતિભાવ આપવા આમંત્રણ આપવામાં આવતા ડૉ તેજસ શાહ, ગ્રંથપાલ વીપીપી એન્જીયરીંગ કોલેજ દ્વારા સંસ્કૃતમાં અને ત્યાર પછી ગુજરાતીમાં કવિતા લખીને મનોભાવ વ્યક્ત કરેલ જેની સાથે તમામ પ્રતિભાગીઓ સમંત થઈને કહ્યું કે જે ભાવના ડૉ તેજસ શાહ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે અમારા સૌની પણ એજ ભાવના છે. ત્યાર બાદ ડૉ મહેશ મેતરાજી અધ્યક્ષીય વક્તવ્યમાં પ્રતિભાગીઓને પુછ્યુ હતુ કે શું તમને આ વર્કશોપથી નવું જાણવા મળ્યું તમે જ્યારે અહિં આવ્યા ત્યારે તમે ક્યાં હતા અને હવે આપ ક્યાં છો જો આપનો અંતરઆત્મા તમને સંતોષ આપે નવું શિખ્યા હોય તેમ કહેતો હોય તો તે આ વર્કશોપની સફળતા છે. તમારા દ્વારા જે પણ જ્ઞાન અહિંયા પ્રપ્ત કરેલ છે તેનો તમારા રીસર્ચમાં તમારા કાર્યમાં ઉપયોગમાં લેશો અને દર વર્ષે યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા આવા કાર્યક્રમ કરીશું તેમાં તમો અવશ્ય સહભાગી થશો તેમ જણાવેલ હતુ. આ કાર્યક્રમ માં રવિન્દ્ર કાળે દ્વારા આભારવિધિ કરીને તમામ પાર્ટીસિપેન્ટને સર્ટીફિકેટનું વિતરણ કરીને કાર્યક્રમને પૂર્ણ કરી વર્કશોપની યાદગીરી-સંસ્મરણને ગૃપફોટો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ