
પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.)પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 21 વર્ષ જૂના ઘરફોડના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપી મનુ વાઘેલાને સિદ્ધપુર એબ્સકોન્ડર સ્કોડે અમરેલી જિલ્લાના ટીમલા ગામમાંથી ઝડપી પાડ્યો. મનુ વાઘેલા વર્ષ 2005ના ગુનામાં વોન્ટેડ હતો.
સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાની ટીમ, જેમાં PSI આર.એસ. સોલંકી, HC પરાક્રમસિંહ, કિર્તીસિંહ, યશકરણ, વિજયસિંહ, ગોવિંદ, PC વિક્રમ અને પ્રભાતસિંહનો સમાવેશ થયો હતો, ગુનાની તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન ટીમને ખાનગી માર્ગેથી ચોક્કસ બાતમી મળી.
બાતમી મુજબ મનુ વાઘેલા હાલ અમરેલીના બગસરા તાલુકાના ટીમલા ગામમાં ખેતમજૂરી કરી રહ્યો હતો. પોલીસે તપાસ કરી તેને ઝડપી પાડી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ આરોપીની અટકાયત કરવામાં આવી અને પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ