સિદ્ધપુર રેલવે સ્ટેશનનો 3 માળનો ફૂટબ્રિજ, મુસાફરો માટે મુશ્કેલીરૂપ
પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 1થી 2 પર જવા માટે બનાવાયેલો 3 માળ જેટલો ઊંચો ફૂટ ઓવરબ્રિજ મુસાફરો માટે ભારે હાલાકી બની રહ્યો છે. આશરે 50થી 55 આકરા પગથિયાં ચડતાં યુવાનો પણ હાંફી જાય છે, જ્યારે વૃદ્ધો અને દિવ્યાંગ મુસ
સિદ્ધપુર રેલવે સ્ટેશનનો 3 માળનો ફૂટબ્રિજ મુસાફરો માટે મુશ્કેલીરૂપ


સિદ્ધપુર રેલવે સ્ટેશનનો 3 માળનો ફૂટબ્રિજ મુસાફરો માટે મુશ્કેલીરૂપ


પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 1થી 2 પર જવા માટે બનાવાયેલો 3 માળ જેટલો ઊંચો ફૂટ ઓવરબ્રિજ મુસાફરો માટે ભારે હાલાકી બની રહ્યો છે. આશરે 50થી 55 આકરા પગથિયાં ચડતાં યુવાનો પણ હાંફી જાય છે, જ્યારે વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરો માટે તો આ માર્ગ યાતનાસમાન સાબિત થાય છે.

વજનદાર સામાન સાથે મુસાફરોને જાણે પર્વત ચઢવાનો અનુભવ થાય છે. પગના દુખાવાથી પીડાતી મહિલાઓ અને વૃદ્ધો એકસરખી વ્યથા વ્યક્ત કરે છે. પશ્ચિમ દિશામાં જવા માટે હાલ કોઈ વિકલ્પી સુગમ માર્ગ ન હોવાને કારણે તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઊભા થયા છે.

રેલવે વિભાગના સૂત્રો મુજબ 9 જાન્યુઆરીએ ઇન્સ્પેક્શન બાદ, લિફ્ટ અને એસ્કેલેટરની કામગીરી વેગ પકડશે. પરંતુ ત્યાં સુધી મુસાફરોને આ મુશ્કેલી સહન કરવી પડશે કે કેમ, તે મોટો સવાલ છે. હવે જોવાનું એ રહેશે કે ઇન્સ્પેક્શન માત્ર કાગળ પર રહે છે કે સિદ્ધપુરના મુસાફરોને ખરેખર રાહત મળે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande