વડોદરા NH-48 પર કારે ટક્કર મારી દાદી અને પૌત્રને ઉડાવ્યા,બંનેના મોત
વડોદરા, 25 ડિસેમ્બર (હિ.સ.) : વડોદરા નેશનલ હાઈવે-48 પર અકસ્માતમાં એક બેફામ કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. નેશનલ હાઇવે 48 આજવા ચોકડીથી વાઘ
વડોદરા NH-48 પર કારે ટક્કર મારી દાદી અને પૌત્રને ઉડાવ્યા,બંનેના મોત


વડોદરા, 25 ડિસેમ્બર (હિ.સ.) : વડોદરા નેશનલ હાઈવે-48 પર અકસ્માતમાં એક બેફામ કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

નેશનલ હાઇવે 48 આજવા ચોકડીથી વાઘોડિયા તરફ પ્રિયંકા નગર ઝુપડપટ્ટી આગળ તક્ષ્ય ગેલેક્સી મોલ પહેલા સર્જાયો હતો. આ અકસ્માતમાં તેઓ રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન ફોર વ્હીલર ચાલકે ટક્કર મારી હતી અને દાદી અને પૌત્ર બંને ફંગોળાયા હતા. ગંભીર ઇજાઓને લઈ તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

દાદી અને પૌત્ર પોતાના ગામડેથી શહેરમાં રહેતા દીકરાના ઘરે આવી રહ્યા હતા, તે દરમિયાન હાઈવે ઓળંગતી વખતે કારે તેમને અડફેટે લીધા હતા. એકસાથે બે સ્વજનો ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે અને પરિવારે અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ કડક પગલાં ભરી ન્યાય અપાવવાની માગ કરી છે. આ બનાવને લઈ કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના મકાનમાં રહેતા અને મૂળ પંચમહાલના શનાભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓની માતા હરખાબેન પ્રભાતભાઈ સોલંકી અને દીકરો વનરાજ સોલંકી મૂળ પંચમહાલના ગામડેથી મારા ઘરે બાપોદ વુડાના મકાનમાં આવતા હતા તે દરમ્યાન આ રોડ ક્રોસ કરતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે રાઉન્ડ અપ કર્યો હોવાની માહિતી સામે આવી છે અને આ મામલે કપુરાઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મૃતક બાળક વનરાજ સોલંકીના પિતા અને માતા હરખાબેનના પુત્ર શનાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મારા મમ્મી ગામડેથી મારા બાપોદના વુડાના મકાનમાં રહેવા માટે આવતા હતા. તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande