ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસ પર, નેતાઓએ બલિદાન અને સંઘર્ષને નમન કર્યા
નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ.સ.): કોંગ્રેસના ટોચના નેતાઓએ, રવિવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકરો અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અજય માકન, લાલજી દેસાઈ, દિગ્વિજય
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ- સ્થાપના દિવસ


નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ.સ.): કોંગ્રેસના ટોચના નેતાઓએ, રવિવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકરો અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અજય માકન, લાલજી દેસાઈ, દિગ્વિજય સિંહ, સલમાન ખુર્શીદ અને જયરામ રમેશ સહિત અન્ય નેતાઓ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય, ઇન્દિરા ભવન ખાતે આ પ્રસંગ ઉજવવા માટે એકઠા થયા હતા.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા ભારતના લોકોના કલ્યાણ, સશક્તિકરણ અને સમાવેશી વિકાસ માટે કામ કરે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગૌરવશાળી 140 વર્ષનો ઇતિહાસ સત્ય, અહિંસા, બલિદાન, સંઘર્ષ અને દેશભક્તિની મહાન ગાથા વર્ણવે છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નાતાલના દિવસે કહ્યું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ નેતાઓ, કાર્યકરો અને લાખો સમર્થકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન અને શુભકામનાઓ!

કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસ નફરત અને વિભાજનની શક્તિઓ સામે મજબૂતીથી ઉભી છે.

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવ કુમારે કહ્યું કે, દરેક કોંગ્રેસ કાર્યકરનું સમર્પણ આ મહાન ચળવળને જીવંત રાખે છે.

કર્ણાટકના કેબિનેટ મંત્રી પ્રિયાંક ખડગેએ કહ્યું કે, આજે તેઓ તેના સ્થાપકોના વિઝન, તેના નેતાઓના બલિદાન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અવિશ્વસનીય યોગદાન પ્રત્યે ઊંડો આદર આપે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885 ના રોજ બોમ્બેની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande