રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, કદંબા નૌકાદળ મથકની મુલાકાત લીધી, આઈએનએસ વાઘશીર સબમરીન પર ઐતિહાસિક સફર કરી
કારવાર, નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવારમાં, કદંબા નૌકાદળ મથકની પ્રથમ વખત મુલાકાત લીધી અને અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળની સબમરીન આઈએનએસ વાગશીરમાં સફર કરી.
મૂરમું


કારવાર, નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવારમાં, કદંબા નૌકાદળ મથકની પ્રથમ વખત મુલાકાત

લીધી અને અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળની સબમરીન આઈએનએસ વાગશીરમાં સફર કરી. આનાથી તેઓ સબમરીન પર સફર

કરનાર ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા.

કદંબા નૌકાદળ મથક પર પહોંચ્યા બાદ, કર્ણાટકના

રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતે રાષ્ટ્રપતિ મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

ઉલ્લેખનીય છે કે, એશિયાના સૌથી મોટા નૌકાદળ મથકોમાંના એક

કદંબા નૌકાદળ મથકનો, બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ મથક હવે યુદ્ધ જહાજો અને

સબમરીન માટે એક મુખ્ય વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે વિકસિત થઈ ગયું છે. તે જ પરિસરમાં

અત્યાધુનિક સમારકામ યાર્ડનું નિર્માણ પણ ચાલી રહ્યું છે.

નૌકાદળ મથક પર વિવિધ સ્થાપનોનું નિરીક્ષણ કર્યા પછી, રાષ્ટ્રપતિ

દ્રૌપદી મુર્મુએ આઈએનએસ વાગશીર સબમરીન પર લગભગ એક કલાકની ઐતિહાસિક સફર

કરી. તેમની સાથે ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ હતા, જેમાં નૌકાદળના

વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને રીઅર એડમિરલ વિક્રમ મેનનનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિની મુલાકાત, ભારતીય નૌકાદળની વધતી જતી વ્યૂહાત્મક

ક્ષમતાઓ, સ્વદેશી સંરક્ષણ

શક્તિ અને દરિયાઈ સુરક્ષામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande