
નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.). ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ, બુધવારે ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને હરાવીને યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો.
રેપિડ સ્ટેજની પ્રથમ બે રમતો ડ્રો કર્યા પછી, એરિગેસીએ પ્રથમ બ્લિટ્ઝ ગેમમાં વ્હાઇટ પીસ સાથે નિર્ણાયક વિજય મેળવ્યો. તે બીજી બ્લિટ્ઝ ગેમમાં પણ સારી સ્થિતિમાં હતો, પરંતુ ટાઇટલ સુરક્ષિત કરવા માટે સલામત ડ્રો સ્વીકાર્યો.
આ ટાઇટલ જીત સાથે 22 વર્ષીય એરિગેસીએ 55,000 અમેરિકી ડોલરની ઇનામી રકમ મેળવી.
ફાઇનલમાં પહોંચવા માટે એરિગેસીએ, સેમિફાઇનલમાં રશિયાના પીટર સ્વિડલરને હરાવ્યો, જ્યારે આનંદે બીજા સેમિફાઇનલમાં ઇયાન નેપોમનીયાચી ને હરાવ્યો. બંને ભારતીય ખેલાડીઓએ પોતપોતાના સેમિફાઇનલની બીજી રેપિડ ગેમ જીતી.
ત્રીજા સ્થાન માટેની મેચમાં, સ્વિડલરે તેના દેશબંધુ નેપોમનીયાચી ને 2.5-1.5 થી હરાવ્યો. બીજી બ્લિટ્ઝ ગેમમાં તેણે નિર્ણાયક લીડ મેળવી.
સ્વિડલરે પ્રારંભિક રાઉન્ડ-રોબિન તબક્કામાં 8/11 ના સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે નેપોમનીયાચી, આનંદ અને એરિગેસી 7.5/11 સાથે બીજા સ્થાને રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ