
બ્રિસ્બેન, નવી દિલ્હી,5 ડિસેમ્બર (હિ.સ.) ઓસ્ટ્રેલિયાના
અનુભવી સ્પિનર નાથન લાયનને, બ્રિસ્બેન ટેસ્ટમાંથી બાકાત રાખવાના નિર્ણયથી
ઈંગ્લેન્ડના ઓપનર ઝેક ક્રોલીની બેટિંગ સરળ બની ગઈ છે. ક્રોલીએ સ્વીકાર્યું કે,
ઝડપી બોલિંગ આક્રમણનો સામનો કરવાથી તેને તેની લય શોધવામાં મદદ મળી.
ગાબા ખાતે પિંક-બોલ ટેસ્ટના પહેલા દિવસે, ઓસ્ટ્રેલિયાએ ઘણી જગ્યાએ
લાયનની કમી દેખાણી, રમતના અંતે ઇંગ્લેન્ડ 9 વિકેટે 325 રન પર મજબૂત સ્થિતિમાં હતું. સ્પિન વિના, ઓસ્ટ્રેલિયા
તેમના ઓવર-રેટથી આઠ ઓવર ઓછા પડી ગયું, જેના કારણે ડબ્લ્યુટીસીપોઈન્ટ કાપવામાં
આવી શકે છે.
બોલની સ્થિતિ બગડ્યા પછી, જોફ્રા આર્ચર અને જો રૂટે, છેલ્લી વિકેટ માટે
મહત્વપૂર્ણ 61 રનની ભાગીદારી
સાથે ઓસ્ટ્રેલિયન પેસર્સનો સામનો કર્યો. આ જોડી શુક્રવારે મૂલ્યવાન દિવસના
અજવાળામાં વધુ બેટિંગ કરશે.
આ પહેલા, ક્રોલીએ 76 રન બનાવ્યા, જે ઓસ્ટ્રેલિયામાં તેનો બીજો સૌથી વધુ સ્કોર હતો.જ્યારે રૂટે (135*, અણનમ) 30 ઇનિંગ્સ પછી
ઓસ્ટ્રેલિયન ભૂમિ પર સદી ફટકારી હતી.
ક્રોલીએ કહ્યું કે,” પર્થમાં નબળી બેટિંગને કારણે, દબાણ
હેઠળ રહેલી ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયન ટીમમાં લિયોનની ગેરહાજરી જોઈને
આશ્ચર્યચકિત થઈ ગઈ.”
સ્ટાર્ક સિવાયના બધા ઓસ્ટ્રેલિયન બોલરો, જમણા હાથના મધ્યમ
ગતિના બોલરો હતા. નીસર, કેમરન ગ્રીન, સ્કોટ બોલેન્ડ
અને બ્રેન્ડન ડોગેટે મળીને 249 રનમાં ફક્ત બે વિકેટ લીધી, જ્યારે સ્ટાર્કે 6/71 સાથે મોટાભાગનું
નુકસાન કર્યું.
ક્રોલીએ સ્વીકાર્યું કે,” બોલિંગમાં વિવિધતાના અભાવે બેટિંગ
સરળ બનાવી.”
દિવસની રમત પછી પત્રકારો સાથે વાત કરતા, ક્રોલીએ કહ્યું, અમે ચારેય સીમર
સામે લયમાં આવીએ છીએ. જેમ જેમ રમત આગળ વધતી ગઈ તેમ તેમ બેટિંગ સરળ બનતી ગઈ.
જોકે, મિશેલ સ્ટાર્કે આક્રમણમાં વિવિધતાના અભાવ અંગે કોઈ ચિંતાનો
ઇનકાર કર્યો.
તેમણે કહ્યું, ઝડપ જ બધું નથી. આ તે સંયોજન છે જે અમે આ
અઠવાડિયે પસંદ કર્યું છે.
તેમણે કહ્યું કે,” લાયન વિના પણ, તેમને કોઈ વધારાનું દબાણ
લાગ્યું નથી.”
ટોસના એક કલાક પહેલા લાયનને તેની બાકાત વિશે ખબર પડી.
તેમણે કહ્યું, તેના માટે આ એક મુશ્કેલ નિર્ણય છે. દરેક ખેલાડી
દરેક મેચ રમવા માંગે છે, અને પસંદગીકારોએ
પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ સંયોજન પસંદ કર્યું છે. આ કોઈ પણ રીતે લાયનની
ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવતું નથી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ