નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી (હિ.સ.) ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' હાલમાં ચર્ચાનો વિષય છે. આ ફિલ્મની જાહેરાત થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી. હવે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનેતા અર્જુન કપૂર દર્શાવતા આ નવા પોસ્ટરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
અર્જુન કપૂરની નવી ફિલ્મનું આ રમુજી પોસ્ટર વાયરલ થયું છે. એક તરફ, ભૂમિ પેડનેકર ઘોડા પર બેઠેલી જોવા મળે છે. તો બીજી બાજુ રકુલપ્રીત સિંહ છે. અર્જુન કપૂર વચ્ચે ઉભો છે અને ભૂમિ અને રકુલ તેને બંને બાજુથી ખેંચતા જોવા મળે છે. ખેંચો... વધારે ખેંચો... આ બેશરમીની સજા છે... તેમણે કેપ્શનમાં કહ્યું, 'મુશ્કેલી હોય કે મુકાબલો, મારા જેવા સામાન્ય માણસ જ તેમાં ફસાઈ જાય છે
'મેરી હસબન્ડ કી બીવી' ફિલ્મ નવા વર્ષમાં ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ જેકી ભગનાની અને વાશુ ભગનાનીની, પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સી.પી. સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ