નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 14 અને 15
ફેબ્રુઆરીએ કર્ણાટક અને ઝારખંડની મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિ ભવને ગુરુવારે જણાવ્યું હતું કે,” રાષ્ટ્રપતિ
મુર્મુ 14 ફેબ્રુઆરીએ
બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત, 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં હાજરી
આપશે. બીજા દિવસે, 15 ફેબ્રુઆરીએ, રાષ્ટ્રપતિ
મુર્મુ રાંચીમાં, બીઆઈટી મેસરાના પ્લેટિનમ જ્યુબિલી સમારોહને સંબોધિત કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ