નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.) કોંગ્રેસનું આગામી અખિલ ભારતીય અધિવેશન
૮ અને ૯ એપ્રિલના રોજ ગુજરાત રાજ્યના અમદાવાદમાં યોજાશે. દેશભરમાંથી ઓલ ઈન્ડિયા
કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)
ના પ્રતિનિધિઓ
તેમાં ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરુદ્ધ
રાજકીય અભિયાનને વધુ તીવ્ર બનાવવા અને પાર્ટીના ભાવિ કાર્યયોજના પર વિચાર કરશે.
પાર્ટીએ રવિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે,’ સત્ર 8 એપ્રિલે વિસ્તૃત
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની બેઠક સાથે શરૂ થશે. આ પછી, 9 એપ્રિલે એઆઇસીસીના પ્રતિનિધિઓની બેઠક થશે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બંને બેઠકોની અધ્યક્ષતા કરશે. તેમાં કોંગ્રેસ
સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, વિરોધ પક્ષના નેતા (લોકસભા) રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત
રાજ્યોના મુખ્યમંત્રીઓ, પાર્ટીના
રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને
અન્ય એઆઇસીસી પ્રતિનિધિઓ હાજરી આપશે.’
પાર્ટીનું કહેવું છે કે,’ આ આગામી સત્ર માત્ર મહત્વપૂર્ણ
ચર્ચા-વિચારણા માટે એક મંચ તરીકે કામ કરશે નહીં પરંતુ સામાન્ય લોકોની ચિંતાઓને દૂર
કરવા અને રાષ્ટ્ર માટે એક મજબૂત વૈકલ્પિક દ્રષ્ટિકોણ રજૂ કરવાના કોંગ્રેસ પાર્ટીના
સામૂહિક સંકલ્પને પણ પુનઃપુષ્ટિ આપશે. આ સત્ર બેલગામમાં યોજાયેલી એઆઇસીસી સત્રમાં વિસ્તૃત
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) અને નવ સત્યાગ્રહ બેઠક દ્વારા અપનાવવામાં આવેલા
ઠરાવોના ચાલુ ભાગ રૂપે યોજાઈ રહ્યું છે. મહાત્મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખપદ
ગ્રહણની 100મી વર્ષગાંઠની
ઉજવણી માટે 1924ના સત્રમાં સીડબ્લ્યુસીની બેઠક યોજાઈ
હતી.’
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ