નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.) દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (આઈજીઆઈ) પર કસ્ટમ વિભાગે વન્યજીવોની દાણચોરીના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણ ભારતીય મુસાફરો બેંગકોકથી આવતી ફ્લાઇટમાં દુર્લભ વન્યજીવોને લઈને આઈજીઆઈ પહોંચ્યા હતા. કસ્ટમ અધિકારીઓએ તેની બેગમાંથી વિદેશી અને દુર્લભ વન્યજીવ જપ્ત કર્યા.
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, બેંગકોકથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઇટ એઆઈ 303માંથી ત્રણ મુસાફરો ઉતર્યા હતા. મોડી રાત્રે 1:30 વાગ્યે આઈજીઆઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ આ ત્રણ મુસાફરોને પકડી લીધા હતા. શોધખોળ કરતાં, તેની બેગમાંથી વિદેશી અને દુર્લભ વન્યજીવ મળી આવ્યા હતા.
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, ત્રણેય મુસાફરોની બેગમાંથી વિવિધ પ્રજાતિના વન્યજીવ મળી આવ્યા હતા. આ જંગલી પ્રાણીઓમાં વિવિધ પ્રજાતિના ઘણા સાપ હતા. આમાંથી પાંચ કોર્ન સ્નેક, આઠ મિલ્ક સ્નેક અને નવ બોલ પાયથોન સ્નેક છે. આ ઉપરાંત, ઘણી વિવિધ પ્રજાતિઓની ગરોળી પણ મળી આવી છે. ગરોળીમાં ચાર દાઢીવાળા ડ્રેગન, સાત ક્રેસ્ટેડ ગેકો, 11 કેમરૂન ડ્વાર્ફ ગેકો અને એક ગેકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૪ ગજરાનાં કીડા અને એક કરોળિયો પણ મળી આવ્યો છે.
કસ્ટમ અધિકારીઓ દ્વારા આ જંગલી પ્રાણીઓને જપ્ત કરવામાં આવ્યા છે અને ત્રણ મુસાફરોને વધુ તપાસ માટે સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યા છે. હવે તેની પૂછપરછ કરવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ