પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) એમ. ઈ .એમ. હાઈસ્કુલ પોરબંદર ખાતે તાલુકા કક્ષાના વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એમ.ઇ. એમ.હાઈસ્કૂલના આચાર્યશ્રી પ્રવિણભાઈએ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામા આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા બી.આર.સી.કો. ઓર્ડીનેટર પરેશકુમાર પુરુષવાણી દ્વારા આપવામાં આવી હતી. સાથે સાથે તમામ વિધાર્થીઓને કારકિર્દી બાબતે પ્રેરણાત્મક સંદેશ અને આજના સમયમાં વોકેશનલ ટ્રેડ અને એ.આઈ.નું મહત્વ વિશે પણ વિશેષ માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવેલું. અને તજજ્ઞોએ વિદ્યાર્થીઓને વોકેશનલ એજ્યુકેશનના વિવિધ ટ્રેડ સંદર્ભે માહિતી આપી તેમજ જીવનમાં કૌશલ્યોનું મહત્વ અને કારકિર્દી નિર્માણ અંગે સરળ અને સહજ ઉપાયો બતાવ્યા.સી.આર.સી.કો. ઓર્ડીનેટર, ટુકડા મિયાની ચાર્મીબેન જોષીએ વિધાર્થીઓને એ પરીક્ષાના ડરને સમજાવતા તેમજ સમગ્ર વિશ્વમાં વધતા જતા માનસિક તણાવને દૂર કરવાનાના ટ્રેન્ડની વાત કરી. ડો. કરસન કારાવદરા દ્વારા આઈ.ટી.આઈ સાથે જોડાયેલા વિવિધ ટ્રેન્ડ અને વર્તમાન જીવનમાં તેનું મહત્વ સ્પષ્ટ કરવામાં આવ્યું.
એમ.એમ.વી.હાઈસ્કૂલ, મોકરના આચાર્ય ડૉ. જીગ્નેશભાઈ પ્રશ્નાણી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસમાં મનની શક્તિનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની સમજણ આપવામાં આવી. જીવનના ધ્યેય નિર્ધારિત કરવાની ફોર્મ્યુલા અને તેને પ્રાપ્ત કરવાની સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત હાલ બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે પરીક્ષાનો ભય દૂર કરી અને કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી તેના વિશે પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. શ્રેષ્ઠ આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને અભિનંદન આપવામાં આવ્યા. કાર્યક્રમની આભાર વિધિ પરેશકુમાર પુરુષવાણી એ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ચાર્મીબેન જોષી દ્વારા કરવામાં આવ્યું.આ સેમિનારમાં પોરબંદર તાલુકાના બી.આર.સી. કૉ.ઓડિનેટર પરેશકુમાર પુરૂષવાણી, આઈ.ટી.આઈ. પોરબંદરના ડો. શ્રી કરસન કારાવદરા,એમ.ઇ. એમ.હાઈસ્કૂલના આચાર્ય પ્રવીણભાઈ બોખીરીયા, શાળાના વોકેશનલ શિક્ષકો, બી.આર.પી.કૉ. ઓર્ડીનેટર, AR & VE SECONDARY જયશ્રીબેન ભુવા અને ELEMENTARY શ્રી હીરાબેન ઓડેદરા તેમજ કુલ 115 વોકેશનલ ટ્રેડના વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya