પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામમા આવેલા વડલા ના ઝાડ ઉપર ભમરા મધ અચાનક ઉડતા નીચે બેઠેલા શ્રવણભાઈ ખેમાભાઈ રાવલ ઉપર ભમરીઓએ આક્રમણ કરતા આખા શરીર ઉપર ડંખ મારતા બેભાન થઈ ગયા હતા જે બાદ તાત્કાલિક 108 ને જાણ કરતા છાપી 108 ના ઈ.એમ.ટી લલિતભાઈ પી.પી.ઈ કીટ નો ઉપયોગ કરી દર્દીને HSC એપ્લાય કરી અને પાયલોટ ભરતભાઈએ દર્દીને તાત્કાલિક સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર