યાત્રાધામ અંબાજી ના ચીખલા ખાતે, વોટર બોટલ રોકેટ પ્રોજેક્ટ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો
અંબાજી, 24 ફેબ્રુઆરી (હિ. સ) ચીખલા શાળાના ધોરણ ૬, ૭ અને ૮ ના આશરે ૭૦ વિદ્યાર્થીઓને પોતાની જાતે વોટર બોટલ રોકેટ બનાવીને તેને આકાશમાં કેવી રીતે ઉડાવી શકાય તેના વર્કશોપનું આયોજન કર્યું. જેમાં ભારતના યુવા રોકેટ વૈજ્ઞાનિક શ્રી પ્રથમ આંબંળાએ બોર્ડ પર સ્કેચ
Ambaji na chikhla ma wotar bptell roket


અંબાજી, 24 ફેબ્રુઆરી (હિ. સ) ચીખલા શાળાના ધોરણ ૬, ૭ અને ૮ ના આશરે ૭૦ વિદ્યાર્થીઓને પોતાની જાતે વોટર બોટલ રોકેટ બનાવીને તેને આકાશમાં કેવી રીતે ઉડાવી શકાય તેના વર્કશોપનું આયોજન કર્યું. જેમાં ભારતના યુવા રોકેટ વૈજ્ઞાનિક શ્રી પ્રથમ આંબંળાએ બોર્ડ પર સ્કેચ દ્વારા સમજ આપી. ત્યાર બાદ રોકેટની બોડી જે વપરાયેલી Sprite ની બોટલ હોય છે તે લીધી. રોકેટને ઉપર ઉડવા માટે જરુરી ૩ ફીન્સ લગાવવા માટે તેની ભૂમિતિ સમજાવી, જરુરી શીટને કાતરથી કાપી તેની ફીન્સ (પાંખો) બનાવી બોડી પર ચોંટાડતા શીખવાડ્યું. બોડીની ટોચ પર, નોઝ કોન લગાવા માટે આવી એક જુની બોટલને કાપી, અંદર વજન માટે ક્લે મુકી તેને બોડી પર લગાવી રોકેટને ઉડવા માટે તૈયાર કર્યું.

⁠બધી જ ૨૦ ટીમોએ આ મુજબ પોત પોતાના રોકેટ તૈયાર કર્યા જે બનાવવા માટે ટીમ વર્ક અને પોતાની આવડતને પિછાણી. તમામ ટીમોએ ત્યારબાદ પોતાના રોકેટ હેલીપેડ પર ઉડાડવા માટે દોટ મુકી. ⁠હેલીપેડ ગ્રાઉન્ડ પર શાળાના ધોરણ ૧ થી ૮ ના આશરે ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ રોકેટને પાણી દ્વારા આકાશમાં ઉડતું જોવા એકત્રિત થયાં.

પ્રથમ આંબળા કે જેઓએ જાપાનની વોટર બોટલ રોકેટ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે તેમણે વિકસાવેલ રોકેટ લોન્ચર, પાણીનો જરુરી પુરવઠો અને કોમ્પ્રેસરની હવા વડે બાળકોને ૧ રોકેટ છોડી તેમની ટીમનું રોકેટ છોડવા આમંત્રિત કર્યા. અને બાળકોની ચીચીયારીઓની વચ્ચે ૧ પછી ૧ , કુલ ૨૦ રોકેટ ન્યુટનના ત્રીજા નિયમ મુજબ હવા અને પાણીના દબાણથી આકાશમાં ૩૦૦ ફુટની ઊંચાઈ સુધી ઉડાડ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande