પોરબંદર જિલ્લામાં રાજપર,પારાવાડા અને કિન્દરખેડા ગામો ખાતે બાલિકા પંચાયતની રચના કરાઈ.
પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર જીલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન જિલ્લાના રાજપર(નવાગામ) ,પારાવાડા અને કિન્દરર્ખેડા ગામ ખાતે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી.જેમાં ગામની દિકરીઓની ગ્રામ પંચાયતની મુલાકાત કરવામાં આવ
પોરબંદર જિલ્લામાં રાજપર,પારાવાડા અને કિન્દરખેડા ગામો ખાતે બાલિકા પંચાયતની રચના કરાઈ.


પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર જીલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન જિલ્લાના રાજપર(નવાગામ) ,પારાવાડા અને કિન્દરર્ખેડા ગામ ખાતે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી.જેમાં ગામની દિકરીઓની ગ્રામ પંચાયતની મુલાકાત કરવામાં આવી હતી તેમજ દીકરીઓને બાલિકા પંચાયત અંતગર્ત કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સાથે સાથે જાગૃતીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાલિકા પંચાયતની તમામ દીકરીઓને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવોના લોગોવાળા ટી-શર્ટ ,કેપ અને બાલિકા પંચાયતના લોગોવાળું બ્રોસ આપવામાં આવ્યું હતું ત્યારબાદ બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ, મહિલા અને બાલ વિકાસ વિભાગની યોજનાઓ, અને કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

વધુમાં તા.22 મી જાન્યુઆરીના રોજ બેટી બચાવો બેટી પઢાવો યોજનાના 10 વર્ષ પુરા થતા હોય તે વિશે તેમજ મહિલા લક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત તમામને વિસ્તૃત માહિતી આપી હતી.અને હેલ્પલાઇનથી પરિચિત થાય તે માટે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત હેલ્પલાઇન બોર્ડ અને બાલિકા પંચાયતની બુકલેટ કોપી આપી હતી.આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વૂમનના સંધ્યાબેન જોષી ,દિલીપભાઈ પરમાર અને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી સુનેરાબેન અને દીકરીઓ ,આંગણવાડીનો સ્ટાફ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande