પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) સમગ્ર ભારતના “મીની કુંભ” ગણાતા”મહા શિવરાત્રિ' મેળાનો ભવનાથ - જુનાગઢ ખાતે શુભારંભ થઈ ગયો છે ત્યારે પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને પણ આ મહા શિવરાત્રી મેળામાં જવા - આવવા માટે કોઈ પણ જાતની અગવડ ન પડે તે હેતુસર પોરબંદર એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલનમાં મુકવામાં આવેલ છે. સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ. એમ. રૂઘાણીના જણાવ્યા અનુસાર તા. 22/02/2025 થી 27/02/2025 દરમ્યાન આ એક્સ્ટ્રા બસો પોરબંદર, દ્વારકા તેમજ રાણાવાવ અને કુતિયાણાથી જુનાગઢ જવા - આવવા માટે કુલ 22 બસોથી રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવેલ છે. આ તકે વધુ માં વધુ મુસાફર જનતા ને આ બસ સેવાનો લાભ લેવા તેમજ બસ સ્ટેન્ડ તથા બસ માં સ્વરછતા જાળવવા ડેપો મેનજર પી.બી. મકવાણા દ્વારા નમ્ર અપિલ કરવામા આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya