પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) 21 ફેબ્રુઆરી ના રોજ સમગ્ર વિશ્વમાં આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે . જે અંતગર્ત પી એમ જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદર ખાતે આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના પ્રભારી આચાર્ય રામેશ્વરલાલ કુમાવતએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. તેમજ શાળાના બાળકો કુમારી બંસી બાબરીયા , રિદ્ધિ પાંડાવદરા તથા ગુજરાતી શિક્ષિકા શ્રીમતી આશાબેન મોરી દ્વારા માતૃભાષા નું મહત્વ ધરાવતા સુંદર વ્યક્તવ્યો આપ્યા હતા. શાળાની વિધાર્થિનીઓમાં ધોરણ 6 ની કુમારી પૂનમ અને સખીઓ તથા ધોરણ 8. ની વિધાર્થીની કુમારી એન્જલ અને સખીઓ દ્વારા સુંદર કાવ્યગાન પ્રસ્તુતિ આપી હતી . ધોરણ 10 નો વિધાર્થી કુમાર કેતન દ્વારા ઝવેરચંદ મેઘાણીની રચના લાગ્યો કસુંબી નો રંગ લોકગીતનું ગાન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કુમારી રીના બાની અને કુમારી એન્જલ દ્વારા ગુજરાતી નાટક પ્રસ્તુત કરી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું . સાથે ગુજરાતી શિક્ષક જી સી પરમાર દ્વારા કાવ્યગાન સુંદર સુંદર ની પ્રસ્તુતિ કરી હતી અને મંચ સંચાલન કર્યું હતું તેમજ આચાર્ય કુમાવતએ માતૃભાષાનું મહત્વ વિશેના ઉદાહરણો અને કાર્યક્રમ નો સફળતા બદલ આશિર્વચન સ્વરૂપ વ્યક્તવ્ય આપ્યું હતું . અને શ્રીમતી આશાબેન મોરી (ગુજરાતી શિક્ષિકા ) આભારવિધિ કરી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya