જુનાગઢ 24 ફેબ્રુઆરી (હિ.સ.)
આ તકે ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, પ્રમુખ જતીનભાઇ નાણાવટી, મંત્રી રાકેશભાઈ શેઠ, સહ વિભાગ કાર્યવાહ જીતેશભાઇ પનારા તથા ગણમાન્ય પદાધિકારીઓ, સ્વયંસેવક બંધુઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અહીં મેળાનાં પાંચ દિવસ સુધી માધવ સ્મારક સમિતિ સ્ટોલ, ભવનાથ પોલીસ ચોકી પાસે, કમાન ની બાજુમાં, ભવનાથ રોડ,જૂનાગઢ ખાતે આ સ્ટોલ પરથી પ્રાથમિક ઉપચાર ની દવાઓ અને આયુર્વેદિક ઉકાળા ની સેવા આપવામાં આવશે તથા ટ્રસ્ટ નાં અનેકવિધ ચાલતા સેવાકાર્યો જેમકે શિક્ષણ કેન્દ્રો, સંસ્કાર કેન્દ્રો, આયુર્વેદિક પેટી, મેડિકલ સાધન સહાય કેન્દ્ર, ચિકિત્સાલય, યોગ કેન્દ્ર, હેલ્પ ડેસ્ક સેન્ટર, વાંચનાલય, બ્લડ ગૃપીંગ તથા બ્લડ ડોનેશન કેમ્પ જેવી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવશે તેમ રાકેશભાઈ શેઠ, માનદ મંત્રી, માધવ સ્મારક સમિતિ, જૂનાગઢ ની એક યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ