પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાટણના શૌર્યવાન રાજમાતા નાયકાદેવીના નામે ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે યુવા ખેલાડીઓને રાજમાતા નાયકાદેવીના સાહસિક જીવનમાંથી પ્રેરણા આપવી.
આ મહોત્સવ 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ 1 માર્ચ સુધી ચાલશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં યોજાનાર આ મહોત્સવે દોડ, કૂદ અને ફેંક સહિત 21 વિવિધ કેટેગરીની રમતોમાં સ્પર્ધાઓ યોજી કરશે. 85 યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી 1133 ખેલાડીઓએ નોંધણી કરાવી છે અને રમતગમત માટેની તમામ વ્યવસ્થાઓ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે.
યુનિવર્સિટી દર વર્ષે આ ખેલકૂદ મહોત્સવનું આયોજન કરે છે, પરંતુ આ વર્ષમાં પહેલીવાર રાજમાતા નાયકાદેવીના નામે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આથી, ઉત્તર ગુજરાતમાં રાજમાતા નાયકાદેવીના શૌર્યવંતા વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર