પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા તા. 22, 23 ફેબ્રુઆરીના રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 6 થી 14 વર્ષ, 14 થી 40 વર્ષ,40 થી 60 વર્ષ, અને 60 વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો માટે યોજાયેલ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશનના પ્રથમ દિવસે તા.22/2/2025 ને શનિવારના રોજ સવારે 7-00કલાકે 1 કી.મી.ની સ્પર્ધામાં 100 થી વધારે સ્પર્ધાકો એ ભાગ લીધેલ હતો તેમજ બીજા દિવસે તા. 23/02/2025 ને રવિવારના રોજ સવારે 7-00 કલાકે 5 કી.મી.ની સ્પર્ધામાં કુલ 46 સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. પોરબંદરના દરિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં છ વર્ષથી બાળકથી લઈ 80 વર્ષના સુધીનાએ પાંચ કિલોમીટર સ્વિમિંગ પૂર્ણ કરેલ હતું. તમામ સ્પર્ધકો માટે રેસ્ક્યુની ખૂબ સારી વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં રેફરી તરીકે દીપકભાઈ ઉનડકટ, મનીષભાઈ માલવિયા, જયદીપભાઈ પટેલ, ધર્મેશભાઈ ચૌહાણ, નિખિલભાઇ, કૃણાલભાઈ થાનકી, સબાનાબેન પઠાણ તેમજ રેસ્ક્યુ માટે મુન્નાભાઈ, વિમલભાઈ એરડા, ભરતભાઈ મેસવાણિયા, ગોપાલભાઈ કોટિયા, ઘનશ્યામભાઈ સોલંકી, દક્ષાબેન ચામડિયા, વિદેશભાઈ મોનાણી, દર્શિલ જેઠવા, કલ્પેશ ઝાલા, કેતન નાંઢા, હાર્દિકભાઈ રૂઘાણી, જીગ્નેશભાઈ. મહમદભાઈ તેમજ મેડિકલ સેવામાં ડોક્ટર ઉર્વિશ મલકાણ તેમજ 108 દ્વારા સેવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya