પોરબંદર માં ધી અંજુમને ઇસ્લામની ચૂંટણીનું પરિણામ જાહેર
પોરબંદર,24 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય વકફ બૉર્ડના આદેશથી ધી અંજુમને ઈસ્લામ પોરબંદરની મેનેજીંગ કમીટીની ચુંટણીનું તા. 23/2/2025 નાં રોજ સવારનાં 9:00થી 5:00 વાગ્યા સુધી મતદાન થયું હતું. મતદાન બાદ તુરંત જ મતગણતરી કરવામાં આવી હતી. પોરબંદર શહેરના પુરૂષ
The Anjuman Islam election results were announced in Porbandar.


The Anjuman Islam election results were announced in Porbandar.


The Anjuman Islam election results were announced in Porbandar.


પોરબંદર,24 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્ય વકફ બૉર્ડના આદેશથી ધી અંજુમને ઈસ્લામ પોરબંદરની મેનેજીંગ કમીટીની ચુંટણીનું તા. 23/2/2025 નાં રોજ સવારનાં 9:00થી 5:00 વાગ્યા સુધી મતદાન થયું હતું. મતદાન બાદ તુરંત જ મતગણતરી કરવામાં આવી હતી. પોરબંદર શહેરના પુરૂષ મુસ્લીમ મતદારોની ફોટાવાળી મતદારયાદી મુજબ કુલ મતદારો 7,532 હતા તે પૈકી કુલ 4,380 મતદારો એ એટલે કે 58% મતદારો એ મતદાન કર્યું હતું.

ચુંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસી ભર્યો જંગ હતો. પેનલ નં. 1 ના પ્રમુખ પદના ઉમેદવાર ફૈજલખાં બશીરખાં પઠાણ હતા, તેઓનું નિશાન કલમ હતું. તેઓને 2,346 મતો મળ્યા હતા. પેનલ નં. 2 ના પ્રમુખ પદના ઉમેદવાર મો. શબ્બીરભાઈ હામદાણી હતા. તેઓનું નિશાન કિતાબ હતું. તેઓને 1,963મતો મળ્યા હતા. 71 મતો રદ થયા હતા. પેનલ નં. 1 ના ઉમેદવાર ફૈઝલખાં બશીરખાં પઠાણ ને 383 મતો વધુ મળતાં તેઓ વિજેતા જાહેર થયાં હતા. તેઓની સાથે જ તેઓની આખી પેનલ વિજેતા જાહેર થઈ હતી. જેમાં ફેઝલખાં પઠાણ (પ્રમુખ), અકબરભાઈ સેલોત (ઉપપ્રમુખ), અલ્તાફહુસેન તીરમીજી(ઉપ પ્રમુખ), અશરફભાઈ અફીણી (સેક્રેટરી), હારૂનભાઈ સાટી (જો. સેક્રેટરી), દાઉદભાઈ શેઠા(ખજાનચી), યાકુબભાઈ મુલ્લા (ઓડીટર) વિજેતા જાહેર થયા હતા. તેઓને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું વી.જે. મદ્રેસા ગર્લ્સ સ્કુલના વિશાળ બિલ્ડીંગમાં 10 બુથ ઉપર મતદાન કરવામાં આવ્યું હતું.હોલમાં મતગણતરી કરવામાં આવી હતી. દરેક બુથ તથા કાઉન્ટીંગ હોલ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા. વિધાનસભાની ચુંટણી પધ્ધતિ મુજબ આ ચુંટણીની તમામ પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. બંને પેનલ વચ્ચે રસાકસીના કારણે આ ચુંટણી હાઈ હોલ્ટેજ બની હતી. આ ચુંટણી ઉપર વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર તેમજ ગુજરાત રાજ્ય વકફ બૉર્ડની બાજ નજર હતી અને રોજે રોજ ફોલોઅપ લેવામાં આવતું હતું.

ગુજરાત રાજ્ય વકફ બૉર્ડ તરફથી નિમાયેલા ચુંટણી અધિકારીઓ જીશાનભાઈ નકવી, આસીફભાઈ સલોત, હુસેનભાઈ દલ, મદદનિશ ચુંટણીઅધિકારીઓ ફારૂકભાઈબઘાડ, ઈસ્માઈલખાન શેરવાની, સાજીદભાઈ ગીગાણી, હસનૈનભાઈ રાવડા તેમજ સ્થાનિક મદદનિશો આરીફભાઈ રાઠોડ, બાકીરભાઈ રાવડા, કાદરભાઈ મન્સુરીની ટેકનીકલ ટીમ દ્વારા ચુંટણી અધિકારી હુસેનભાઈ દલના સુપરવિઝનમાં સમગ્ર ચુંટણીની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી.પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે ચૌધરી ના નેતૃત્વમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરહુંબલ, એલ.સી.બી. ટીમ, એસ.ઓ.જી. ટીમ, આઈ.બી. સબ ઈન્સ્પેક્ટર ગોઢાણીયા, એલ.આઈ.બી. એ.એસ.આઈ. વિક્રમસિંહ યાદવ તેમજ મોટા પોલીસ કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવીને શાંતિપુર્ણ ચુંટણી સંપન્ન કરાવવા બદલ કિર્તીમંદિર પોર્લીસ ઈન્સ્પેક્ટર જે.જે.ચૌધરી, સબ ઈન્સ્પેક્ટરશ્રી હુંબલ નું ચુંટણી અધિકારીઓ એ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું અને પોલીસ ખાતાનો આભાર માન્યો હતો.ચુંટણી અધિકારીની 60 સરકારી કર્મચારીઓની ટીમ ઈલેક્શન દ્વારા મતદાન તેમજ મતગણતરી પુર્ણ કરવામાં આવી હતી. ચુંટણી અધિકારીઓ દ્વારા તમામ મતદારો, તમામ ઉમેદવારો, ચુંટણી ટીમના અધિકારી/કર્મચારીઓ, ટેકનીકલ ટીમ, પોલીસ ખાતાના અધિકારી/કર્મચારીઓ, ચુંટણી માટે વી.જે. મદ્રેસા બિલ્ડીંગ આપવા બદલ ફારૂકભાઈ સુર્યા વિગેરેનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande