પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કોઈપણ રોગોમાં નિમાસ્ત્રનો ઉપયોગ ખૂબ જ લાભદાયક .
પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કોઈપણ પ્રકારના રોગોમાં નિમાસ્ત્રનો ઉપયોગ ખૂબ જ લાભદાયક છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે,આપણાં દેશમાં લીમડાનાં વૃક્ષના અસંખ્ય ફાયદાઓને ધ્યાને લઈને તેને કલ્પવૃક્ષ” કહેવ
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કોઈપણ રોગોમાં નિમાસ્ત્રનો ઉપયોગ ખૂબ જ લાભદાયક .


પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કોઈપણ પ્રકારના રોગોમાં નિમાસ્ત્રનો ઉપયોગ ખૂબ જ લાભદાયક છે.

ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે,આપણાં દેશમાં લીમડાનાં વૃક્ષના અસંખ્ય ફાયદાઓને ધ્યાને લઈને તેને કલ્પવૃક્ષ” કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાકરક્ષક દવાઓ તથા ખાતરો આપનાર કડવો લીમડો પર્યાવરણનાં ઉત્તમ રક્ષક તરીકે ખુબ જ ઉપયોગી છે. માટે જ તે “સો દુ: ખોની એક દવા કે નીમ હકીમ તથા ગામડાંની ફાર્મસી” તરીકે પણ ઓળખાય છે. પ્રાકૃતિક કુષિમાં પણ લીમડાનું સવિશેષ મહત્વ છે. પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા નવા ખેડૂતો માટે મુશ્કેલીઓ અને નિવારણ શ્રેણી અંતર્ગત નિમાસ્ત્ર વિશે જાણીએ.

લીમડાના તેલમાં એઝાડીરેકટીન, નીમ્બીન, નીમ્બીડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવાં 100 થી પણ વધુ સક્રિય ઘટકો આવેલાં છે. જે મોલોમસી, સફેદ માખી, થ્રીપ્સ, મીલીબગ, વિવિધ ઇયળો જેવી 200 કરતાં વધારે નુકસાનકારક જીવાતો સામે રક્ષણ કરે છે. લીમડાના ઝાડની છાલ, બીજ, બીજની છાલ અને પાંદડા ઘણા સંયોજનો ધરાવે છે, જે એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, એન્ટિપ્રાયરેટિક્સ, બળતરા વિરોધી અને એન્ટિફંગલ સાબિત થયા છે. નિમ+અસ્ત્ર એટલે કે નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિની વાત કરીએ તો, 200 લીટર પાણી + 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + 2 કિગ્રા દેશી ગાયનુ છાણ + 10 કિગ્રા કડવા લીમડાનાં નાના પાંદડા, કુમળી ડાળીઓ અથવા 20 થી 30કિલો લીંબોડી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી 48 કલાક છાંયડામાં રાખી સવાર સાંજ 5-5 મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું ત્યાર બાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવો.

સંગ્રહણ ક્ષમતા: 6 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.

છંટકાવ: પ્રતિ એકર 200લીટર ફક્ત નીમાસ્ત્ર, પાણી ભેળવવાનું નથી, પાણી ભેળવ્યા વગર સીધોજ છંટકાવ કરવો.કોઈપણ પ્રકારના પાકમાં રોગચાળાના પ્રમાણને ધ્યાનમાં રાખીને નિમાસ્ત્રના ઉપયોગની માત્રા વધારી કે ઘટાડી શકાય છે.નિમાસ્ત્રનો છંટકાવ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સવારે કે સાંજે પાક પર નિમાસ્ત્રનો છંટકાવ કરવાથી સારા પરિણામ મળે છે. આમ પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ પ્રકારના રોગો માટે પહેલા નિમાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે, જો હજુ પણ પાકમાં જીવાત નિયંત્રણ ન હોય તો બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અથવા દશપર્ણી અર્કનો ઉપયોગ કરવો જોઈએ.આરોગ્ય, કૃષિ અને પર્યાવરણમાં લીમડાના વૃક્ષની વૈવિધ્યતા અને અસરકારકતા તેને અમૂલ્ય સંસાધન બનાવે છે. અનેક વૈજ્ઞાનિકોએ લીમડા ઉપર ઘણાં સંશોધનો કર્યા. તેનાં વિવિધ ઉપયોગો અને પર્યાવરણ રક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાનને કારણે લીમડાને યુનાઇટેડ નેશન્સ દ્વારા “એકવીસમી સદીના વૃક્ષ”ની ઓળખ આપવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોને જરૂર પડ્યે નિમાસ્ત્રનો ઉપયોગ કરવાની અનેક પ્રકારના લાભો થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande