સુરતના ઓલપાડમાંથી ધોરણ 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.)–સુરત જાણે બોગસ ડોક્ટરનું હબ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. SOGએ ઓલપાડના કારેલી ગામે ધો. 10 પાસ બોગસ તબીબને ઝડપી જેલમાં ધકેલી દીધો છે. મૂળ પશ્વિમ બંગાળના નદિઆ જિલ્લાનો દેબાશિષ ખગેન બિશ્વાસ (27) સાયણ આદર્શનગરમાં રહે છે. તે
Fake


સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.)–સુરત જાણે બોગસ ડોક્ટરનું હબ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. SOGએ ઓલપાડના કારેલી ગામે ધો. 10 પાસ બોગસ તબીબને ઝડપી જેલમાં ધકેલી દીધો છે. મૂળ પશ્વિમ બંગાળના નદિઆ જિલ્લાનો દેબાશિષ ખગેન બિશ્વાસ (27) સાયણ આદર્શનગરમાં રહે છે. તેણે કારેલી ગામની એક દુકાનમાં હરિ ક્લિનિકના નામે દવાખાનું ખોલી દીધું હતું.

પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે દરોડો પાડીને દેબાશિષને ઝડપી પાડી મેડિકલ અભ્યાસના જરૂરી પુરાવા માંગ્યા હતા, જે રજુ કરવાને બદલે તેણે પોલીસને કહ્યું કે, પોતે ધોરણ-10 સુધી અભ્યાસ કરી જયપુર ખાતેની એમ.એમ.એચ.એસ.પી.કે. કોમ્યુનિટી હેલ્થમાં દવાઓ વિશે જાણકારીનો સી.સી.સી.એચ. કોર્સ કર્યો છે, જેના આધારે પોતે છેલ્લા ચાર મહિનાથી કારેલીમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો.

જો કે તેની પાસે કોઇપણ સક્ષમ સંસ્થા તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટર્ડ પ્રમાણપત્ર મેળવ્યા વિના ગેરકાયદે ડોકટરની પ્રેક્ટિસ કરતો હતો. આમ, લોકોના જીવ સાથે ચેડાં કરતો હોવાના કારણે પોલીસે તેની ધરપકડ કરીને કુલ રૂ. 5632ની કિંમતના મેડિકલ સાધન-સામગ્રી તથા દવાઓ કબજે લીધા હતા. આ મામલે પોલીસે આરોપી દેબાશિષ વિરૂધ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ-1963ની કલમ-30 અને 35 મુજબ ગુનો નોંધી વધુ તપાસ અ.હે.કો. અનિલ નગીન કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande