સીબીએસઈ: ધોરણ 10ની બંને બોર્ડ પરીક્ષા પ્રણાલીમાંથી, પંજાબી ભાષા દૂર કરવામાં આવશે નહીં
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ બુધવારે સ્પષ્ટતા કરી કે, ધોરણ 10 ની બે બોર્ડ પરીક્ષાઓ યોજવા માટેની મસૌદા નીતિમાંથી પંજાબી ભાષાને દૂર કરવામાં આવી નથી. સીબીએસઈ પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે સ્પષ્ટતા
સીબીએસઈ


નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ બુધવારે સ્પષ્ટતા કરી કે, ધોરણ 10 ની બે બોર્ડ પરીક્ષાઓ યોજવા માટેની મસૌદા નીતિમાંથી પંજાબી ભાષાને દૂર કરવામાં આવી નથી.

સીબીએસઈ પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે સ્પષ્ટતા કરી હતી કે, મસૌદા માં સમાવિષ્ટ અન્ય વિષયો અને ભાષાઓની યાદી ફક્ત સૂચક છે અને હાલમાં ઓફર કરવામાં આવતા તમામ વિષયો અને ભાષાઓ 2025-2026 માટે પણ ઓફર કરવામાં આવશે. ભારદ્વાજે જણાવ્યું હતું કે, પ્રાદેશિક અને વિદેશી ભાષા જૂથ શીર્ષક હેઠળ ડ્રાફ્ટ નીતિના મુદ્દા 8 માં ભાષાઓની સૂચિ હેઠળ ઉલ્લેખિત ભાષાઓ ઉપરાંત, પંજાબી (004), રશિયન (021), નેપાળી (024), લિમ્બુ (025), લેપ્ચા (026), સિંધી (008), મલયાલમ (012), ઓડિયા (013), આસામી (014), કન્નડ (015), કોકબોરોક (091), તેલુગુ (007), અરબી (016) અને ફારસી (023) ઓફર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 25 ફેબ્રુઆરીએ સીબીએસઈએ તેની વેબસાઇટ પર ધોરણ 10 ની બે બોર્ડ પરીક્ષાઓ યોજવા માટેની મસૌદા નીતિ જાહેર કરી હતી. બોર્ડે 9 માર્ચ સુધીમાં શાળાઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી આ અંગે પ્રતિસાદ માંગ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande