મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામા ઇડર ટાઉન ખાતે હાલમાં ભારે વાહનો તથા રોજબરોજના વાહનોની અવરજવર ખુબ હોઇ તેમજ રેલવે અંડર બ્રીજનુ કામ ચાલુમાં હોઈ બ્રીજના નીચેથી પસાર થતા વાહનો વન વે લાઈન ચાલુમાં હોઇ અવાર નવાર ભારે વાહનો ઇડર ટાઉનમાંથી પસાર થાય છે. જે ભારે વાહનો અવાર નવાર ટેકનીકલ ખામી કે અન્ય કારણોસર રોડ વચ્ચે બંધ પડી જતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને ઇડર ટાઉનમાં ખુબ ટ્રાફિક જામ થાય છે. જેની વૈકલ્પીક વ્યવસ્થાના ભાગ રૂપે ઇડર ટાઉનમાંથી પસાર થતા વાહનો અંડર બ્રીજનુ કામ ચાલુમાં છે ત્યા સુધી હિંમતનગર તરફથી આવતા ભારે વાહનો લાલોડા ત્રણ રસ્તાથી ડાયવર્ટ કરી લાલોડા ગામમાં થઈ પી.ટી.સી. કોલેજ થઈ જલારામ મંદીર વાળા રોડ પર ચોકડીએ બહાર નિકળી ખેડબ્રહ્મા તરફ નિકળે તેમજ ખેડબ્રહ્મા અંબાજી તરફથી આવતા ભારે વાહનો પર આજ રૂટ પરથી હિંમતનગર જાય તો ઇડર ટાઉનમાં બાલાજી કોમ્પલેક્ષથી ત્રીરંગા સર્કલ સુધી થતા ટ્રાફિક જામની સમસ્યાનુ થોડા પ્રમાણમાં નિવારણ લાવી શકાય તેમ હોઇ ટ્રાફિકની સમસ્યાના નિવારણ સારુ હિંમતનગર તરફથી આવતા ભારે વાહનો લાલોડા ત્રણ રસ્તાથી ડાયવર્ટ કરી લાલોડા ગામમા થઈ પી.ટી.સી. કોલેજ થઈ જલારામ મંદીર વાળા રોડ પર ચોકડીથી બહાર નિકળી ખેડબ્રહ્મા તરફ નિકળે તેમજ ખેડબ્રહ્મા અંબાજી તરફથી આવતા ભારે વાહનો પણ આજ રૂટ પરથી હિંમતનગર જાય તે રીતેની વૈકલ્પીક વ્યવસ્થા સારૂ વાહનો ડાયવર્ઝન કરવા અંગે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ(આઈ.એ.એસ.) તેમની મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ઇડર ટાઉનમાંથી પસાર થતા ભારે વાહનોએ રેલવે અંડર બ્રીજનુ કામ ચાલુમાં હોઈ નીચે દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.હિંમતનગર તરફથી આવતા ભારે વાહનોએ લાલોડા ત્રણ રસ્તાથી ડાયવર્ટ કરી લાલોડા ગામમાં થઇ પી.ટી.સી. કોલેજ થઈ જલારામ મંદીર વાળા રોડ પર ચોકડીએ બહાર નિકળી ખેડબ્રહ્મા તરફ જવાનું રહેશે તેમજ ખેડબ્રહ્મા અંબાજી તરફથી આવતા ભારે વાહનોએ પણ આજ રૂટ પરથી હિંમતનગર તરફ જવાનું રહેશે.આ જાહેરનામું 20 એપ્રિલ સુધી અમલમાં રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ