મોડાસા શહેરમાં જાહેર માં મારામારી ના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે છ લોકોની સામે ફરિયાદ દાખલ
મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સામે ફરીયાદ દાખલ સ્કૂટી પર જતા યુવકને ઢીબી નાખતા સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાઇરલ મોડાસા શહેરમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોન
મોડાસા શહેરમાં જાહેર માં મારામારી ના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે છ લોકોની સામે ફરિયાદ દાખલ


મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સામે ફરીયાદ દાખલ સ્કૂટી પર જતા યુવકને ઢીબી નાખતા સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાઇરલ મોડાસા શહેરમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો હતો. ગત 17 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટનામાં મંત્રીના પૌત્રને સાઈડ આપવાના મૂદ્દે તકરાર થઈ હતી. આ ઘટના બાદ મંત્રીના બે| પુત્રો કિરણસિંહ પરમાર અને રણજિતસિંહ પરમારે કાયદો પોતાના હાથમાં લીધો હતો. તેમણે રીક્ષાચાલક જૈમીન ત્રિવેદી પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો| પણ.સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ| આજે રાત્રે 8 વાગ્યાના સુમારે ભોગ બનનાર જૈમીન ત્રિવેદી એ મંત્રીના બંને પુત્રો રણજિતસિંહ પરમાર,કિરણસિંહ પરમાર, અરવલ્લી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અમિશ પટેલ સહિત, કુલ 6 વ્યકિ્તઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જિલ્લા ASP સંજય કેશવાલાએ આ સમગ્ર ઘટનાની પુષિ્ટ કરી છે. નોંધનીય છે કે આ અગાઉ મંત્રીના પૌત્ર પર થયેલા હુમલા અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી 17મી ફેબ્રુઆરીએ મંત્રીના પુત્ર કિરણસિંહ પરમારનો દીકરો એકિ્ટવા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષાચાલક સાથે સાઈડ આપવા| બાબતે તકરાર થઈ હતી. જોકે આ બબાલ ગંભીર બનતાં રિક્ષાચાલક યુવાને મંત્રીના પૌત્ર પર જાહેરમાં હુમલો કરી| દીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. મંત્રીના બંને પુત્રએ યુવકને ઢીબી નાખ્યો હતો| આ સમગ્ર ઘટના બાદ મંત્રીના બંને પુત્ર કિરણસિંહ અને રણજિતસિંહ પોતાના દીકરા પર હુમલો કરનારી વ્યકિ્તને શોધી અન્ય કેટલાક લોકો મળીને આ યુવકને રોક્યો હતો. એ બાદ અચાનક સ્કૂટીચાલક યુવકને વાળ પકડીને બે-ત્રણ ફડાકા ઝીંકી દીધા હતા, તેને સ્કૂટી પરથી નીચે ઉતારી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય કેટલાક લોકો પણ એક ગાડીમાંથી લાકડીઓ લઇને આવ્યા હતા અને યુવકને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બંને વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ| થયા હતા. જે બાદ આજે ભોગ બનનાર રીક્ષાચાલકે| મંત્રી ભીખુસિંહ પરમારના બે પુત્રો સહિત 6 આરોપીઓ| સામે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જૈમિને જણાવ્યું છે કે, ઓરપીઓએ મને તુ તારા મિત્ર લાલા થાપાને કેમ તારા ઘરે સંતાડ્યો છે, તેમ કહીને માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે તેની સામે આજે બીજી ફરિયાદ મંત્રી ભિખુસિંહ પરમાર ના પૌત્ર સાથે મારામારી કરનારા બે લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande