મોડાસા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) અરવલ્લી જિલ્લાની હરિયાળી પહાડીઓમાં આવેલો 900 વર્ષથી પણ પૌરાણિક મંદિર એટલે કાશી વિશ્વનાથ મંદિર. કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, આ મંદિરની ખાસ વિશેષતા છે કે આ મંદિરનો ઘાટ મણિકર્ણિકા જેવો છે અને તેનું મુખ પશ્ચિમ દિશામાં આવેલું છે પંચધાતુમાં તેની જલાધારી બનાવવામાં આવેલી છે કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીનું કહેવું છે કે આ મંદિર 900 વર્ષથી પણ જૂનું છે જેમાં અનેક ચમત્કારો પણ થયેલા છે. મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવ નગરચર્ય નીકળે છે આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી ભગવાન શિવ ની નગર ચર્ચા કરે છે મંદિરના દ્રશ્યોનું પણ કહ્યું છે કે આ મંદિર ઘણા બધા ભક્તોનું મનોકામના પૂર્ણ કરીને હાજરાહજૂર સાક્ષાત શિવ છે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં ચાર પ્રહર ની પૂજા નો પણ મહત્વ રહે છે આ પૂજા ખાસ કરીને રાત્રીએ કરવામાં આવે છે. અહીંયા સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પૂજા અર્ચના કરીને પાવન થયા હતા
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ