સુરત,5 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતના ભટારમાં મકાનમાં વહેલી સવારે ગેસ લીકેજથી આગ લાગવાની ઘટના બની હતી,અચાનક ગેસના બાટલામાંથી આગ પ્રસરી અને સમગ્ર ઘર આગની ચપેટમાં આવી ગયું હતુ,જેમાં આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો હતો,તો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી,ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.
ભટાર રસુલાબાદના મકાનમાં ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી તો બીજી તરફ ફાયર વિભાગની ટીમ દ્વારા ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગતાની સાથે ઘરમાં રહેલ પગલે ફ્રીઝ, ટીવી, કપડા સહિતની ઘરવખરીને નુકસાન થયુ હતુ,આ ઘટનામાં ઘરના સભ્યો આગ લાગતાની સાથે જ ઘરની બહાર નીકળી ગયા હતા તો બીજી તરફ પોલીસે પણ જાણવાજોગ નોંધી હતી અને ઘરના સભ્યોના નિવેદનો લીધા હતા,કયારેક વધારે ગેસ ગેસના બાટલામાં ભર્યો હોવાથી આગની ઘટના બનતી હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે