સવારે 8 વાગ્યા સુધી 37.48 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ, મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી
મહાકુંભ નગર, નવી દિલ્હી, ૦5 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રયાગરાજ મહાકુંભમાં, પવિત્ર માતા ગંગા, યમુના અને ભૂગર્ભ નદી સરસ્વતીના પવિત્ર સંગમમાં ધાર્મિક ડૂબકી લગાવીને પુણ્ય મેળવવા માટે ભક્તો આવતા રહે છે. બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં 37.48 લાખથ
કુંભ


મહાકુંભ નગર, નવી દિલ્હી, ૦5 ફેબ્રુઆરી

(હિ.સ.) પ્રયાગરાજ મહાકુંભમાં, પવિત્ર માતા ગંગા, યમુના અને ભૂગર્ભ નદી સરસ્વતીના પવિત્ર સંગમમાં ધાર્મિક

ડૂબકી લગાવીને પુણ્ય મેળવવા માટે ભક્તો આવતા રહે છે. બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં 37.48 લાખથી વધુ

શ્રદ્ધાળુઓએ, પવિત્ર સ્નાન કર્યું છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કડક વ્યવસ્થા

કરવામાં આવી છે.

મેળાના અધિકારી મહા

કુંભ વિવેક ચર્તેદીએ જણાવ્યું હતું કે,” બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં 10 લાખથી વધુ

કલ્પવાસીઓ અને 27.48 લાખ ભક્તો આવી

પહોંચ્યા હતા. મુલાકાતી સ્નાન કરનારાઓ પવિત્ર માતા ગંગા, યમુના અને ભૂગર્ભ

નદી સરસ્વતીના પવિત્ર સંગમના વિવિધ ઘાટ પર ધાર્મિક સ્નાન કરી રહ્યા છે. બુધવારે

રાત્રે 8 વાગ્યા સુધીમાં

કુલ 37.48 લાખથી વધુ

ભક્તોએ સ્નાન કર્યું હતું. યાત્રાળુઓનું આગમન ચાલુ છે.”

ઉલ્લેખનીય છે કે,

મહાકુંભમાં 144 વર્ષના આ પવિત્ર સંયોગમાં, મકર સંક્રાંતિથી વસંત પંચમી સુધી એટલે કે ૪ ફેબ્રુઆરી સુધી

૩૮.૨૯ કરોડથી વધુ ભક્તોએ પ્રથમ અમૃત સ્નાન કર્યું છે, મંગળવાર રાતથી

યાત્રાળુઓનું આગમન વધ્યું છે. સલામતી માટે, બચાવ ટીમો, જળ પોલીસ અને ગોતાખોરો દ્વારા તમામ સ્નાનઘાટો પર સતત નજર

રાખવામાં આવી રહી છે. ઘાટ પર સ્નાન કરનારા શ્રદ્ધાળુઓને સતત બહાર કાઢવામાં આવી

રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / રામ બહાદુર પાલ / બ્રિજ નંદન

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande