વડાપ્રધાન મોદી આજે, પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે
- સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને માતા ગંગાની પૂજા કરશે. નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે. તેઓ ગંગા-યમુના અને સરસ્વતીના સંગમ પર પવિત્ર સ્નાન કરશે. પ્રધા
નમો


- સંગમમાં પવિત્ર

સ્નાન કરશે અને માતા ગંગાની પૂજા કરશે.

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી

(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત

લેશે. તેઓ ગંગા-યમુના અને સરસ્વતીના સંગમ પર પવિત્ર સ્નાન કરશે. પ્રધાનમંત્રી આ

પ્રસંગે માતા ગંગાની પૂજા પણ કરશે. પ્રધાનમંત્રીની પ્રયાગરાજ મુલાકાતની

પૂર્વસંધ્યાએ, જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં ભારત સરકારના પ્રેસ એન્ડ ઇન્ફર્મેશન

બ્યુરો (પીઆઈબી) દ્વારા આ માહિતી

આપવામાં આવી હતી.

પીઆઈબીના પ્રકાશન મુજબ, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે લગભગ 11 વાગ્યે પવિત્ર

સ્નાન માટે સંગમ પહોંચશે. પોષ પૂર્ણિમા (13 જાન્યુઆરી) થી શરૂ થતો મહાકુંભ વિશ્વનો

સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો છે. તેમાં ભાગ લેવા માટે

દુનિયાભરમાંથી ભક્તો આવી રહ્યા છે. મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રી સુધી ચાલુ

રહેશે.”

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અનુસાર,”ભારતના

આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન અને જાળવણી કરવાની તેમની

પ્રતિબદ્ધતાને અનુરૂપ, વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ, તીર્થસ્થળો પર માળખાગત સુવિધાઓ અને સુવિધાઓ વધારવા માટે સતત

સક્રિય પગલાં લીધાં છે. આ પહેલા, ૧૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પ્રયાગરાજની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ

૫,૫૦૦ કરોડ

રૂપિયાના ૧૬૭ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.જેનાથી સામાન્ય

લોકો માટે કનેક્ટિવિટી, સુવિધાઓ અને

સેવાઓમાં સુધારો થયો હતો.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande