
-દિલ્હી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સ કેમ્પસ
ખાતે, ભારતીય પ્રવચનમાં મહિલાઓ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.
નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.) અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજનાના રાષ્ટ્રીય
સંગઠન સચિવ ડૉ. બાલમુકુંદ પાંડેએ જણાવ્યું હતું કે,” ભારતીય વિચારસરણી પુરુષો અને
સ્ત્રીઓ વચ્ચે સમાનતા સ્થાપિત કરવાને બદલે, તેમની વચ્ચે સુમેળભર્યા સંબંધ સ્થાપિત
કરવાના આગ્રહ પર વધુ કેન્દ્રિત છે.”
ડૉ. બાલમુકુંદ, દિલ્હી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સ
કેમ્પસમાં આયોજિત ભારતીય પ્રવચનમાં મહિલાઓ વિષય પર એક દિવસીય
રાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન સત્રને, સંબોધિત કરી રહ્યા હતા. આ સેમિનારનું આયોજન
મહિલા ઇતિહાસકારો પરિષદ, ભારતીય ઇતિહાસ
સંકલન યોજના (દિલ્હી પ્રાંત) ના મહિલા એકમ દ્વારા, સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ, રામાનુજન કોલેજ, દિલ્હી
યુનિવર્સિટી અને ભારતીય દાર્શનિક સંશોધન પરિષદના સંયુક્ત આશ્રય હેઠળ કરવામાં
આવ્યું હતું. અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજના એ ઇતિહાસના ક્ષેત્રમાં કાર્યરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સંલગ્ન સંસ્થા છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજનાના
મહિલા ઇતિહાસકારો પરિષદના રાષ્ટ્રીય વડા અને ઇતિહાસકાર પ્રો સુષ્મિતા પાંડેએ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે,” આજે ભારતીય
પરિપ્રેક્ષ્યમાં મહિલાઓની ભૂમિકાનું મૂલ્યાંકન કરવાની અને ઇતિહાસનો અભ્યાસ કરવાની
જરૂર છે.”
રામાનુજન કોલેજના આચાર્ય પ્રો. રસાલ સિંહે કહ્યું કે,”
ભારતીય સમાજે પશ્ચિમી દેશોની તુલનામાં મહિલાઓને વધુ અધિકારો અને સ્વાયત્તતા આપી
છે.” દિલ્હી યુનિવર્સિટીના ડીન પ્રો. બલરામ પાણીએ પોતાના સંબોધનમાં, ભારતીયતામાં મહિલાઓના ઉત્કૃષ્ટ સ્વરૂપ પર ભાર
મૂક્યો.
રાષ્ટ્રીય સેમિનારમાં દિવસભર યોજાયેલા આઠ ટેકનિકલ સત્રોમાં,
લગભગ 80 સંશોધન પત્રો
રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી સમાપન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક
દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં, દેશભરના શિક્ષકો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સમાપન સત્રમાં, દિલ્હીના ભૂતપૂર્વ મેયર અને દિલ્હી યુનિવર્સિટીના પ્રો.
રજની અબ્બીએ મહિલા અધિકારો અંગે જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે,”
સમકાલીન મુદ્દાઓ પર આવી સકારાત્મકતા સાથે કામ કરવું એ, સમયની માંગ છે.”
હિન્દુસ્થાન સમાચાર / પવન કુમાર / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ