નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા આ
દિવસોમાં હેડલાઇન્સમાં છે. છેલ્લા કેટલાક સમયથી તેમના અલગ થવાના સમાચાર ચર્ચાનો
વિષય બન્યા હતા. અહેવાલો અનુસાર, યુઝવેન્દ્ર અને ધનશ્રી પરસ્પર સંમતિથી અલગ થઈ ગયા છે અને
છૂટાછેડા લઈ લીધા છે. આ પહેલા ધનશ્રીએ યુઝવેન્દ્ર સાથેના તેના બધા ફોટા
ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધા હતા. જોકે, હવે યુઝવેન્દ્ર ચહલ સાથેની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ
એકાઉન્ટ પર ફરી આવવા લાગી છે, જેના કારણે ચાહકોમાં ફરી એકવાર ચર્ચાનો દોર શરૂ થયો છે.
યુઝવેન્દ્ર ચહલથી અલગ થયા પછી, ધનશ્રી વર્માએ
તેના ઇન્સ્ટાગ્રામ પર ક્રિકેટર સાથેના બધા ફોટા પુનઃસ્થાપિત કર્યા છે. ગઈકાલે
રાત્રે, ધનશ્રીએ તેની
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, સ્ત્રીઓને દોષ આપવી એ, હંમેશા ફેશનમાં
રહે છે. તેમની આ પોસ્ટ બાદ ચાહકોમાં ચર્ચાઓ વધુ તીવ્ર બની છે.
દરમિયાન, એવી અફવાઓ છે કે, યુઝવેન્દ્ર ચહલ
આ દિવસોમાં આર.જે. મહવાશને ડેટ કરી
રહ્યો છે. 9 માર્ચે દુબઈમાં
યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ (ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ) દરમિયાન બંને સાથે
જોવા મળ્યા હતા. જેનાથી આ
અહેવાલોને વધુ મજબૂતી મળી.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા પહેલી વાર 2020 માં, લોકડાઉન દરમિયાન મળ્યા હતા. ક્રિકેટરે સોશિયલ મીડિયા પર
ધનશ્રીનો ડાન્સ વીડિયો જોયો હતો અને ડાન્સ શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો. આ
સમય દરમિયાન, બંને વચ્ચે
મિત્રતા બંધાઈ, જે ટૂંક સમયમાં
પ્રેમમાં ફેરવાઈ ગઈ. યુઝવેન્દ્ર અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020 માં થયા હતા.
જોકે, હવે ચાર વર્ષ પછી, આ દંપતી છૂટાછેડા
લઈને અલગ થઈ ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ