કાર્તિક આર્યન, શ્રીલીલાને ડેટ કરી રહ્યો છે....
નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.) કાર્તિક આર્યન, હાલમાં તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેનું નિર્દેશન અનુરાગ બાસુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે શ્રીલીલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં શ્રીલીલા, કાર્તિકના પરિવારની પાર્ટીમાં જોવા મળી
કાર્તિક આર્યન


નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.) કાર્તિક આર્યન, હાલમાં તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેનું નિર્દેશન અનુરાગ બાસુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે શ્રીલીલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં શ્રીલીલા, કાર્તિકના પરિવારની પાર્ટીમાં જોવા મળી હતી, ત્યારબાદ બંનેના ડેટિંગની અફવાઓ જોર પકડવા લાગી. હવે આ અફવાઓ વધુ મજબૂત બની, જ્યારે કાર્તિકની માતા માલા તિવારીએ આડકતરી રીતે તેમના પુત્ર અને શ્રીલીલા વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી.

આઈફા એવોર્ડ્સ દરમિયાન કાર્તિક આર્યનની માતા માલા તિવારી અને કરણ જોહર વચ્ચે એક રસપ્રદ વાતચીત થઈ. કરણે મજાકમાં કાર્તિકની માતાને પૂછ્યું, તમે તમારા ઘર માટે કોને પસંદ કરશો? આ પ્રશ્ન પર, પ્રેક્ષકોએ અનન્યા પાંડેનું નામ લીધું, પરંતુ કાર્તિકની માતાએ હસતાં હસતાં જવાબ આપ્યો, ઘરની માંગ ડૉક્ટર છે. કરણે તરત જ કાર્તિક તરફ જોયું અને કહ્યું, તું એક ડૉક્ટર સાથે કામ કરી રહ્યો છે.

શ્રીલીલા માત્ર એક તેજસ્વી અભિનેત્રી જ નથી, પણ એક એમબીબીએસ ડૉક્ટર પણ છે. તેણી અને કાર્તિક વચ્ચે વધતી જતી નિકટતા વિશે પહેલાથી જ અફવાઓ હતી, જેને આ વાતચીતથી વધુ વેગ મળ્યો.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિલ નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande