પ્રધાનમંત્રીએ મોરેશિયસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, મહાકુંભનું પવિત્ર જળ ભેટ આપ્યું
નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે પોર્ટ લુઇસમાં સ્ટેટ હાઉસ ખાતે, મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ સાથે મુલાકાત કરી. આ દરમિયાન, તેમણે તાજેતરમાં પ્રયાગરાજ ખાતે, પૂર્ણ થયેલા મહાકુંભનું પવિત્ર
નમો


નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે

પોર્ટ લુઇસમાં સ્ટેટ હાઉસ ખાતે, મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ સાથે મુલાકાત

કરી. આ દરમિયાન, તેમણે તાજેતરમાં

પ્રયાગરાજ ખાતે, પૂર્ણ થયેલા મહાકુંભનું પવિત્ર જળ પિત્તળ-તાંબાના વાસણમાં

મોરેશિયસના રાષ્ટ્રપતિને અર્પણ કર્યું.

વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે,” આ

મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેના, ખાસ અને ગાઢ દ્વિપક્ષીય

સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. આ સંદર્ભમાં તેમણે બંને

દેશો વચ્ચેના સહિયારા ઇતિહાસ અને મજબૂત લોકો-થી-લોકોના સંબંધોના અસ્તિત્વને યાદ

કર્યું.”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,” મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ

સમારોહમાં, બીજી વખત મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવી એ તેમના માટે સન્માનની વાત છે.”

ખાસ સન્માન તરીકે, પ્રધાનમંત્રીએ

રાષ્ટ્રપતિ ગોખૂલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખૂલને ઓસીઆઈકાર્ડ અર્પણ

કર્યા.

પ્રધાનમંત્રીએ ભારત સરકારના સહયોગથી સ્થાપિત સ્ટેટ હાઉસ

ખાતેના આયુર્વેદ ગાર્ડનની પણ મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આયુર્વેદ

સહિત પરંપરાગત દવાઓના ફાયદાઓને પ્રોત્સાહન આપવામાં, મોરેશિયસ ભારતનો એક મહત્વપૂર્ણ

ભાગીદાર છે.”

વાટાઘાટો પછી, રાષ્ટ્રપતિ ગોખૂલે પ્રધાનમંત્રીના માનમાં રાજ્ય ભોજન

સમારંભનું આયોજન કર્યું.

આ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેમ્પલમાઉસેના સર શિવસાગર

રામગુલામ બોટનિકલ ગાર્ડન ખાતે સર શિવસાગર રામગુલામ અને સર અનિરુદ્ધ જુગન્નાથની

સમાધિઓમાં, શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં મોરેશિયસના વડાપ્રધાન

નવીનચંદ્ર રામગુલામ પણ, વડાપ્રધાન સાથે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે, પ્રધાનમંત્રી મોદીએ મોરેશિયસની પ્રગતિ અને ભારત-મોરેશિયસ

સંબંધો માટે મજબૂત પાયો બનાવવામાં બંને નેતાઓના, સ્થાઈ વારસાને યાદ કર્યો.

પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન

નવીનચંદ્ર રામગુલામે, 'માતા માટે એક

વૃક્ષ' પહેલ હેઠળ

ઐતિહાસિક બગીચામાં એક છોડ વાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / દધીબલ યાદવ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande