સુરેન્દ્રનગર/અમદાવાદ,13 માર્ચ (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી અને મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મહિલા કોલેજ
ખાતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં હતું.આ શિબિરમાં મહિલા અને બાળ અધિકારી વી.એસ.શાહ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરું
પાડ્યું હતું. જિલ્લા મિશન કોર્ડિનેટર જલ્પા ચંદેશરા દ્વારા કાર્યક્રમનો ઉદેશ અને હેતુની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર વૈશાલીબેન દ્વારા રોજગાર વિષયક માહિતી અને સ્વરોજગાર સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર રાજેશ મારુ દ્વારા સ્વરોજગારી અને ઉદ્યોગ સહાસિકતા સંબંધિત તેમજ તેમના વિભાગ દ્વારા ચાલતી જુદીજુદી કલ્યાણકારી યોજનાઓની માહિતી પૂરી પાડી હતી.
તદુપરાંત 181 મહિલા અભયમ હેલ્પલાઈનના કાઉન્સેલર શીતલબેન દ્વારા 181 હેલ્પલાઈન તેમજ એપ્લિકેશન વિશે, વિરલબેન રાસછડી દ્વારા મહિલાલક્ષી કાયદા વિશે, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર સુરેન્દ્રનગરના કાઉન્સેલર ઈલાબેન દ્વારા પી.બી.એસ.સી સેન્ટરની કામગીરી વિશે, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાનુબેન કુમારખાણિયા દ્વારા સેન્ટરની કામગીરી વિશે, Dhew ટીમ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી યોજનાકીય માહિતીઓ પૂરી પાડી હતી. કાર્યક્રમની શરૂઆત કોલેજની દીકરીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સીપાલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત તેમજ પ્રસંગોચિત્ત ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ