કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ, ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાથે સૌજન્ય મુલાકાત કરી, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી
નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ, સોમવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની સૌજન્ય મુલાકાત લીધી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. આ દરમિયાન ખડગેએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભે
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ જગદીપ ધનખડની સૌજન્ય મુલાકાત લીધી


નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ, સોમવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની સૌજન્ય મુલાકાત લીધી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. આ દરમિયાન ખડગેએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત ખરાબ થતાં તેમને 9 માર્ચે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ ત્યાં આઈસીયુ માં રહ્યા. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ, તેમને 12 માર્ચે એઈમ્સમાંથી રજા આપવામાં આવી.

દરમિયાન, હોળીની રજાને કારણે સંસદની કાર્યવાહી ચાર દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.

આજે સવારે જ્યારે અધ્યક્ષ જગદીપ ધનખડ રાજ્યસભામાં હાજર થયા, ત્યારે ગૃહના સભ્યોએ તેમનું ધ્વનિમતથી સ્વાગત કર્યું અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ જગદીપ ધનખડની અલગથી સૌજન્ય મુલાકાત લીધી અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી.

હિન્દુસ્થાન સમાચાર / દધીબલ યાદવ / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande