બિહારના સીતામઢીના પુનૌરાધામ ખાતે, 10 મેના રોજ સીતા મહોત્સવ યોજાશે, રાજ્યપાલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે
- હિન્દુસ્થાન સમાચાર ગ્રુપના બે મેગેઝિન, નવોત્થાન અને યુગવાર્તા સાથે મળીને 'તેજસ્વિની સીતા' પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે. સીતામઢી, નવી દિલ્હી,૦8 મે (હિ.સ.) બહુભાષી સમાચાર એજન્સી હિન્દુસ્થાન સમાચારના સૌજન્યથી,
પુસ્તક


પુસ્તક


- હિન્દુસ્થાન સમાચાર

ગ્રુપના બે મેગેઝિન, નવોત્થાન અને યુગવાર્તા

સાથે મળીને 'તેજસ્વિની સીતા' પુસ્તકનું

લોકાર્પણ કરવામાં આવશે.

સીતામઢી, નવી દિલ્હી,૦8 મે (હિ.સ.) બહુભાષી સમાચાર એજન્સી હિન્દુસ્થાન

સમાચારના સૌજન્યથી, બિહારના સીતામઢી

જિલ્લાના પુનૌરાધામ ખાતે 10 મે, શનિવારે, સીતા

મહોત્સવનું આયોજન કરવામાં આવશે. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન મુખ્ય અતિથિ

તરીકે તેમાં ભાગ લેશે. આ પ્રસંગે, તેઓ માતા સીતાના જીવન અને યોગદાન પર પોતાના વિચારો શેર

કરશે. હિન્દુસ્થાન સમાચાર ગ્રુપના ચેરમેન અરવિંદ ભાલચંદ્ર માર્ડીકર આ કાર્યક્રમની

અધ્યક્ષતા કરશે.

હિન્દુસ્થાન સમાચાર ગ્રુપના બે મેગેઝિન, નવોત્થાન અને યુગવાર્તા, તેમજ તેજસ્વિની

સીતા, પુસ્તકનું વિમોચન પણ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને અન્ય મહેમાનો દ્વારા

કરવામાં આવશે. આ પ્રસંગે પીઠાધીશ્વર શ્રી જાનકી જન્મભૂમિ મંદિર પુનોરાધામના

શ્રીમહંત કૌશલ કિશોરદાસજી મહારાજ આશીર્વચન આપશે.

ઉત્સવમાં મુખ્ય વક્તા તરીકે, સિદ્ધપીઠ હનુમાન નિવાસ અયોધ્યા

ધામના શ્રીમંત આચાર્ય મિથિલેશનંદીનીશરણજી મહારાજ, બગહી ધામ સીતામઢીના શ્રીમહંત ડૉ. શુકદેવદાસજી

મહારાજ અને વિશેષ અતિથિ તરીકે શ્રી પંચ દશનામ જુના અખાડા ના અનંત શ્રી વિભુષિત

મહામંડલેશ્વર શ્રી માં યોગ યોગેશ્વરી યતીજી જેવા ધાર્મિક અને આધ્યાત્મિક હસ્તીઓ વિશેષ

ઉપસ્થિત રહેશે.

ઉત્તર પ્રદેશ સરકારના રાજ્ય માહિતી કમિશનર પદુમ નારાયણ

દ્વિવેદી અને ભાગ્ય વિધાતા ચેરિટેબલ એન્ડ ટ્રસ્ટ (રજિ.) ના સ્થાપક પ્રમુખ રામ

સુરેશ ચૌધરી, કાર્યકારી પ્રમુખ

સંતોષ સુરેશ ચૌધરી, ડિરેક્ટર ભાસ્કર

ઝા પણ આ મહોત્સવમાં ખાસ મહેમાનો તરીકે હાજર રહેશે.

આ મહોત્સવમાં સાંસ્કૃતિક સંગીતની સાંજનું પણ આયોજન કરવામાં

આવશે. બિહારના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત ઉદય કુમાર મલિક અને ભજન ગાયક ડૉ.

સુરેન્દ્ર કનૌજિયા ભક્તો અને શ્રદ્ધાળુઓને, તેમના સંગીતથી ભાવવિભોર કરશે.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande