નેતન્યાહૂ, શિન બેટના વડા રોનેન બારને બરતરફ કરશે
તેલ અવીવ, નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, શિન બેટ સુરક્ષા સેવાના વડા રોનેન બારને દૂર કરવાનો નિર્ણય લીધો છે. મહિનાઓના તણાવ પછી તે રોનેન બાર સાથે મળ્યો. આ દરમિયાન, તેમણે તેમને જાણ કરી કે, તેઓ આ અઠવાડિયે સરકાર સમક
શિન બેટ સુરક્ષા સેવાના વડા રોનેન બાર


તેલ અવીવ, નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, શિન બેટ સુરક્ષા સેવાના વડા રોનેન બારને દૂર કરવાનો નિર્ણય લીધો છે. મહિનાઓના તણાવ પછી તે રોનેન બાર સાથે મળ્યો. આ દરમિયાન, તેમણે તેમને જાણ કરી કે, તેઓ આ અઠવાડિયે સરકાર સમક્ષ તેમની હકાલપટ્ટીનો પ્રસ્તાવ મૂકશે. રવિવારે વડા પ્રધાન નેતન્યાહૂના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

સીએનએનના અહેવાલ મુજબ, શિન બેટ સુરક્ષા સેવાના વડા રોનેન બારને હટાવવા માટે નેતન્યાહૂ પાસે સરકારમાં બહુમતીનું સમર્થન હોવાનું માનવામાં આવે છે. દરમિયાન, એક નિવેદનમાં, રોનેન બારે જણાવ્યું હતું કે, તેઓ પોતાનું પદ છોડતા પહેલા કેટલીક જવાબદારીઓ પૂર્ણ કરવાનો ઇરાદો ધરાવે છે.

બીજી તરફ નેતન્યાહૂએ, રવિવારે જાહેર કરાયેલા એક વીડિયો નિવેદનમાં કહ્યું કે, બારના સતત અવિશ્વાસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેતન્યાહૂએ કહ્યું કે, ગાઝામાં ઇઝરાયલના યુદ્ધ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે બાર દૂર કરવા જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાને ઘણીવાર શિન બેટની ટીકા કરી છે. સુરક્ષામાં ખામી માટે તેના અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેઓ 7 ઓક્ટોબર, 2023 ના રોજ થયેલા હમાસના હુમલાને એક મોટી સુરક્ષા ભૂલ માને છે. આ હુમલામાં 1,200 થી વધુ લોકો માર્યા ગયા હતા.

શિન બેટે સ્વીકાર્યું છે કે, એજન્સી હુમલાઓને રોકવાના તેના મિશનમાં નિષ્ફળ ગઈ. પરંતુ તેમણે એ પણ સ્વીકાર્યું કે, 7 ઓક્ટોબરના હુમલા પહેલા હમાસ કતારના નાણાકીય ટેકાથી ખીલી રહ્યો હતો. તેમને ઇઝરાયલી સરકારના આશીર્વાદ હતા. ઉલ્લેખનીય છે કે, નેતન્યાહૂએ હમાસ સાથે પરોક્ષ વાટાઘાટોમાં સામેલ બાર અને મોસાદના વડા ડેવિડ બાર્નેઆને વાટાઘાટ ટીમમાંથી દૂર કર્યા છે. આ મામલે વિપક્ષી રાજકારણીઓએ નેતન્યાહૂની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, બારની બરતરફી રાજકીય રીતે પ્રેરિત પગલું હશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande