નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) અદિતિ રાવ હૈદરીએ અત્યાર સુધીમાં, ઘણી ફિલ્મો અને વેબ
સિરીઝમાં પોતાનો શાનદાર અભિનય બતાવ્યો છે. તે છેલ્લે સંજય લીલા ભણસાલીની ભવ્ય વેબ
સિરીઝ 'હીરામંડી'માં જોવા મળી
હતી. આ શ્રેણીમાં તેના અભિનયની પ્રશંસા તો થઈ જ, પરંતુ તેનો 'ગજ ગામિની ચાલ' પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેમની સુંદરતા
અને શૈલીની તુલના મીના કુમારી સાથે પણ કરવામાં આવતી હતી. જોકે, અદિતિએ પોતે
ખુલાસો કર્યો કે,’ આટલી ચર્ચાસ્પદ કામગીરીથી તેની કારકિર્દીને કોઈ ફાયદો થયો નથી.’
ફરાહ ખાનના વ્લોગમાં વાત કરતી વખતે, અદિતિ રાવ હૈદરીએ
'હીરામંડી' પછીની પોતાની
કારકિર્દી વિશે એક મોટો ખુલાસો કર્યો. ફરાહે અદિતિને કહ્યું કે,” તેણે તેને કહ્યું
હતું કે, સંજય લીલા ભણસાલીની 'હીરામંડી'માં કામ કર્યા પછી, તેને લાગ્યું કે તે તેના કરિયરના એક ખાસ તબક્કે પહોંચી ગઈ
છે. આનો જવાબ આપતાં અદિતિએ મજાકમાં કહ્યું, કંઈ નહીં! 'હીરામંડી' ભૂલી જાઓ, સબઝી મંડીમાં પણ નહીં. હીરામંડી પછી, જે રીતે લોકોએ
મારી પ્રશંસા કરી અને મને આટલો પ્રેમ મળ્યો, મેં વિચાર્યું કે હવે મને ઘણા રસપ્રદ પ્રોજેક્ટ્સ મળશે.
પરંતુ થયું બરાબર વિરુદ્ધ. હું પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું થઈ રહ્યું છે? મને ઓફરો કેમ નથી
મળી રહી? ખરેખર દુકાળ
પડ્યો છે.
ફરાહ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને મજાકમાં બોલી, અને પછી તમે લગ્ન
કરી લીધા. આ સાંભળીને અદિતિ હસી પડી અને સ્વીકાર્યું કે,’ તેણે આ ફ્રી
સમયમાં સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા છે.’ આપને જણાવી દઈએ કે અદિતિ રાવ હૈદરી અને
સિદ્ધાર્થે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમના નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં
લગ્ન કર્યા હતા.
સંજય લીલા ભણસાલીની મેગ્નમ ઓપસ વેબ સિરીઝ 'હીરામંડી'માં, અદિતિ રાવ
હૈદરીએ બિબ્બોજાનની ભૂમિકા ભજવી હતી. તેણીના શાનદાર અભિનય અને સુંદર સ્ક્રીન
પ્રેઝન્સે દર્શકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું. આ ઉપરાંત, તેમના ડાન્સ નંબર 'સૈયાં હટ્ટો જાઓ' એ પણ સોશિયલ
મીડિયા પર ધૂમ મચાવી હતી અને ઘણી પ્રશંસા મેળવી હતી. આ શ્રેણીમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, શર્મીન સેગલ, ફરદીન ખાન અને
સંજીદા શેખ પણ મુખ્ય ભૂમિકાઓમાં હતા.જેમણે તેમના
શક્તિશાળી અભિનયથી શોને વધુ ભવ્ય બનાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ