તમન્ના ભાટિયાના ઘરે રાખવામાં આવી માતાની ચોકી, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા અને વીડિયો
નવી દિલ્હી, ૦1 એપ્રિલ (હિ.સ.) અભિનેત્રી તમન્ના ભાટિયા આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. નવરાત્રીના ખાસ અવસર પર તમન્નાએ, પોતાના ઘરે માતાની ચૌકીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તે રવિના ટંડનની પુત્રી અને અભિનેત્રી રાશા થડાની
ફિલ્મ


નવી દિલ્હી, ૦1 એપ્રિલ (હિ.સ.) અભિનેત્રી તમન્ના ભાટિયા આજકાલ પોતાના અંગત જીવનને લઈને

ચર્ચામાં છે. નવરાત્રીના ખાસ અવસર પર તમન્નાએ, પોતાના ઘરે માતાની ચૌકીનું આયોજન

કર્યું હતું. આ દરમિયાન તે રવિના ટંડનની પુત્રી અને અભિનેત્રી રાશા થડાની સાથે

ડાન્સ કરતી જોવા મળી હતી. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

તમન્ના ભાટિયા દરેક તહેવાર, ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે, પછી ભલે તે હોળી

હોય, દિવાળી હોય કે

નવરાત્રી હોય. આ વખતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે, તેણે તેના ઘરે એક જગારતાનું આયોજન કર્યું હતું. જેમાં તેમના નજીકના લોકોએ પણ ભાગ લીધો હતો.

વીડિયોમાં તમન્ના, દેવી દુર્ગાની પૂજા કરતી જોવા મળે છે. ભક્તિમાં ડૂબી ગયેલી

તમન્ના, જગારતા દરમિયાન

ભજન ગાય છે અને રાશા સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા

પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

તમન્ના ટૂંક સમયમાં 'ઓડેલા 2'માં જોવા મળશે. આ ફિલ્મ ૧૭ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ

થવાની છે. 'ઓડેલા 2', 2021 ની સુપરનેચરલ

થ્રિલર 'ઓડેલા રેલ્વે

સ્ટેશન' ની સિક્વલ, ફરી એકવાર

દર્શકોને રહસ્ય અને રોમાંચથી ભરેલી વાર્તા બતાવવા જઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande