નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.) પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા તેમની આગામી
ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર
કરું' ને લઈને
સમાચારમાં છે. આ ફિલ્મનું નિર્દેશન અનુકલ્પ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. આ
ફિલ્મ 2015માં રિલીઝ થયેલી 'કિસ કિસ કો પ્યાર
કરું'ની સિક્વલ છે, જે બોક્સ ઓફિસ પર
સુપરહિટ સાબિત થઈ હતી. હવે આખરે, ઈદના ખાસ પ્રસંગે, નિર્માતાઓએ આ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું છે, જેના કારણે
ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું 2' નું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પોસ્ટરમાં કપિલ, સફેદ
શેરવાની પહેરેલા વરરાજા તરીકે જોવા મળે છે.જ્યારે તેની
બાજુમાં એક છોકરી ઘૂમટો કાઢીને ઉભી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, 'બિગ બોસ 17' ફેમ આયેશા ખાન પણ
આ ફિલ્મમાં કપિલ સાથે જોવા મળી શકે છે. અનુકલ્પ ગોસ્વામી દ્વારા દિગ્દર્શિત, આ
ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માણનું કામ રતન જૈન, ગણેશ જૈન અને
અબ્બાસ મસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે.
કપિલ શર્માની આગામી ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું 2'નું પહેલું
પોસ્ટર રિલીઝ થતાં જ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ પોસ્ટર રિલીઝ થયા પછી, ચાહકો હવે
ફિલ્મની રિલીઝ તારીખ, ટીઝર અને
ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે, નિર્માતાઓ ટૂંક સમયમાં
તેની સત્તાવાર જાહેરાત કરશે. આ ફિલ્મ દ્વારા, દર્શકો ફરી એકવાર સિનેમાઘરોમાં કપિલ શર્માની અદ્ભુત કોમેડી
જોવા મળશે, જે હાસ્ય અને
મનોરંજનની ખાતરી આપશે તે નક્કી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ