બીજાપુર, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં
એકસાથે 50 નક્સલીઓએ
આત્મસમર્પણ કર્યું છે. આ બધા નક્સલીઓ પર કુલ 68 લાખ રૂપિયાનું ઇનામ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ શરણાગતિ બીજાપુરના પોલીસ અધિક્ષક ડૉ. જીતેન્દ્ર યાદવ
સમક્ષ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક ડૉ. યાદવે જણાવ્યું હતું કે,” આટલી મોટી
સંખ્યામાં નક્સલીઓના એકસાથે આત્મસમર્પણથી માઓવાદી સંગઠનને મોટો ફટકો પડ્યો છે.”
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ