રાજ્યસભામાં, વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો ગુંજ્યો
નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) દેશની વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો આજે સંસદમાં ગુંજ્યો. કોંગ્રેસના સભ્ય અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે,” પહેલા દેશમાં દર 10 વર્ષે હાથ
વસતી


નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) દેશની વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો આજે

સંસદમાં ગુંજ્યો. કોંગ્રેસના સભ્ય અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ

રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે,” પહેલા દેશમાં દર 10 વર્ષે હાથ

ધરવામાં આવતી વસ્તી ગણતરીનું કામ કટોકટીની પરિસ્થિતિઓ અને યુદ્ધના સમયમાં પણ સમયસર

થતું હતું, પરંતુ આ વખતે

તેમાં વિલંબ થઈ રહ્યો છે.”

ખડગેએ કહ્યું કે,” વસ્તી ગણતરી 1881 માં શરૂ થઈ હતી અને

પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આ કાર્ય સમયસર થયું હતું.” તેમણે કહ્યું કે,” 1931ની

વસ્તી ગણતરી દરમિયાન જાતિગત વસ્તી ગણતરી પણ કરવામાં આવી હતી. તે વસ્તી ગણતરી પહેલા, ગાંધીજીએ કહ્યું

હતું કે, જેમ આપણે આપણા શરીરની તપાસ માટે સમયાંતરે તબીબી પરીક્ષણો કરાવવી પડે છે, તેવી જ રીતે

વસ્તી ગણતરીનું કાર્ય કોઈપણ રાષ્ટ્રની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા છે. વસ્તી ગણતરી

ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. આમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સામેલ છે. આમાં રોજગાર, કૌટુંબિક માળખું, સામાજિક-આર્થિક

સ્થિતિ અને વસ્તી ડેટા સહિત ઘણા મુખ્ય પરિમાણો પર ડેટા એકત્રિત કરવાનો સમાવેશ થાય

છે.”

તેમણે કહ્યું કે,” બીજા વિશ્વયુદ્ધ અને 1971-72માં

ભારત-પાકિસ્તાન યુદ્ધ હોવા છતાં, તે સમયે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. ઇતિહાસમાં પહેલી

વાર, સરકારે વસ્તી

ગણતરીમાં રેકોર્ડ વિલંબ કર્યો છે. સરકારે વસ્તી ગણતરીની સાથે જાતિગત વસ્તી ગણતરી

પણ કરવી જોઈએ. તમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ડેટા એકત્રિત કરો છો, તેથી તમે અન્ય

જાતિઓનો પણ ડેટા એકત્રિત કરી શકો છો. આમ છતાં, સરકાર જાતિ ગણતરી અને વસ્તી ગણતરી બંને પર મૌન છે. આ વર્ષના

બજેટમાં વસ્તી ગણતરી માટે માત્ર 575 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.”

ખડગેએ કહ્યું કે,” કોરોના હોવા છતાં, વિશ્વના 81 ટકા દેશોએ, આ

દરમિયાન વસ્તી ગણતરીનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, કારણ કે વસ્તી

ગણતરીમાં વિલંબના દૂરગામી પરિણામો છે. મૂળભૂત ડેટાના અભાવે નીતિઓ પ્રભાવિત થાય છે.

ગ્રાહક બાબતો, રાષ્ટ્રીય પરિવાર

આરોગ્ય સર્વેક્ષણ, સમયાંતરે શ્રમ બળ

સર્વેક્ષણ, રાષ્ટ્રીય ખાદ્ય

સુરક્ષા કાયદો અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ સહિત ઘણા મહત્વપૂર્ણ

સર્વેક્ષણો અને કલ્યાણ કાર્યક્રમો વસ્તી ગણતરીના ડેટા પર આધાર રાખે છે.” તેમણે

કહ્યું કે,” આ વિલંબને કારણે કરોડો નાગરિકો કલ્યાણકારી યોજનાઓની પહોંચથી વંચિત રહી

ગયા છે. નીતિ ઘડવૈયાઓ પાસે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે જરૂરી અને વિશ્વસનીય

ડેટા નથી. આને ધ્યાનમાં રાખીને, તેઓ સરકારને વિનંતી કરે છે કે, વસ્તી ગણતરી અને જાતિ

ગણતરીનું કામ તાત્કાલિક શરૂ થવું જોઈએ.”

હિન્દુસ્થાન સમાચાર / દધિબલ યાદવ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande