નવી દિલ્હી, 1 એપ્રિલ (હિ.સ.). કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે મંગળવારે જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય સહકારી નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
સહકારી મંત્રી અમિત શાહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયના સૂત્ર, સહકાર દ્વારા સમૃદ્ધિને પૂર્ણ કરવા માટે, નવી રાષ્ટ્રીય સહકારી નીતિની કલ્પના કરવામાં આવી છે.
તેમણે માહિતી આપી હતી કે, સહકારી ક્ષેત્રના નિષ્ણાતો, રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને પ્રાથમિક સ્તરની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, સચિવો (સહકાર) અને રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓનો સમાવેશ કરીને સહકારી ક્ષેત્રની સાચી સંભાવનાઓને ઉજાગર કરવા માટે નવી સહકારી નીતિ ઘડવા માટે, સુરેશ પ્રભાકર પ્રભુના નેતૃત્વ હેઠળ 2 સપ્ટેમ્બર 2022 ના રોજ રાષ્ટ્રીય સ્તરની સમિતિની રચના કરવામાં આવી હતી.
શાહે જણાવ્યું હતું કે, સમિતિએ હિસ્સેદારો પાસેથી સૂચનો મેળવવા માટે દેશભરમાં 17 બેઠકો યોજી હતી અને ચાર પ્રાદેશિક વર્કશોપનું આયોજન કર્યું હતું. પ્રાપ્ત સૂચનોનો મુસદ્દા નીતિમાં યોગ્ય રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. નીતિનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ