મન કી બાત - પ્રધાનમંત્રીએ, દેશવાસીઓને ભારતીય નવા વર્ષની શુભકામનાઓ પાઠવી
નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશવાસીઓને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થતા ભારતીય નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. 'મન કી બાત'ના 120મા એપિસોડમાં પ્રધ
નવા વર્ષનું પ્રતીકાત્મક ચિત્ર


નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશવાસીઓને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થતા ભારતીય નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

'મન કી બાત'ના 120મા એપિસોડમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન, દેશના વિવિધ ભાગોમાં ઘણા બધા ઉત્સવોની ઉજવણી થશે. આ આખો મહિનો તહેવારોનો છે. તેઓ દેશવાસીઓને આ તહેવારો પર અભિનંદન આપે છે.

તેમણે કહ્યું કે, આ દિવસે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 'ઉગાદી' તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં 'ગુડી પડવો' ઉજવવામાં આવે છે. આપણા વૈવિધ્યસભર દેશમાં, આગામી દિવસોમાં, આસામમાં 'રોંગાલી બિહુ', બંગાળમાં 'પોઇલા બોઇશાખ' અને કાશ્મીરમાં 'નવરેહ' ઉજવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સી.પી. સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande