પ્રધાનમંત્રી નાગપુર પહોંચ્યા, હવાઈમથક પર સ્વાગત ...
-ગડકરી, ફડણવીસ અને બાવનકુલે હાજર રહ્યા.... નાગપુર, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નાગપુરના પ્રવાસ પર છે. તેઓ સવારે ૮.૫૦ વાગ્યે નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર હવાઈમથક પર પહોંચ્યા. આ પ્રસંગે કેન્દ્
નમો


-ગડકરી, ફડણવીસ અને બાવનકુલે હાજર રહ્યા....

નાગપુર, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નાગપુરના પ્રવાસ પર છે. તેઓ સવારે ૮.૫૦ વાગ્યે

નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર હવાઈમથક પર પહોંચ્યા. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ

પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યના

મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું.

હવાઈમથકથી, પ્રધાનમંત્રીનો કાફલો રેશમબાગ વિસ્તારમાં સ્થિત ડૉ.

હેડગેવાર સ્મૃતિ મંદિર સંકુલ પહોંચ્યો, જ્યાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ

બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર (શ્રી ગુરુજી) ની સમાધિ

પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ પછી પ્રધાનમંત્રી દીક્ષાભૂમિ પહોંચ્યા. આ દીક્ષાભૂમિ

પર જ ડૉ. ભીમરાવ આંબેડકરે તેમના અનુયાયીઓ સાથે, બૌદ્ધ ધર્મમાં દીક્ષા લીધી હતી. આ

પછી પ્રધાનમંત્રી નાગપુરમાં, માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે. અને

સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડની દારૂગોળાની સુવિધાની પણ મુલાકાત લેશે.

હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / સી.પી. સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande